લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૭૦
વજુભાઈ : એક રેખાંકન
 

ખખડતી લાગી હોય, કે કૂતરાં વધારે પડતાં ભસ્યાં હોય, એ બધો હિસાબ સવારમાં વજુભાઈ પાસે રજૂ થઈ જતો. નેનો તેના પર છેલ્લો ચુકાદો આપ્યા પછી જ વજુભાઈ બહાર નીકળતા. પણ તેમને આ માનવંતો હોદ્દો કાંઈ મફતમાં મળ્યો નથી.

એક વખત રાત્રે પોળમાં બે ચાર બદમાસ સંતાઈ રહેલા હતા ને એક વાણિયાના ઘરમાં પેસી ગયા હતા. ઘરનાં બધાં જાગતાં જ હતાં એટલે ‘કૌ કૌ’ તો ખૂબ થયું; પણ કોઈની હિંમત ચાલતી નથી, એ જોઈને એક બદમાસે તો મણીબહેનનો હાર ઝૂંટવ્યો પણ ખરો ! અને સૌને કૌ કૌ કરતાં મૂકી તે રવાનો થયો. વજુભાઈ તો આગળથી ચેતેલા હતા, એટલે જ્યાં તે ગડબડાટ થયો કે તરત જ પોતે પોલીસનો વેષ ચડાવતાક, ને તેના બારણા પાસે જ ઊભા રહ્યા. જેવો પેલો બદમાશ નીકળ્યો કે તરત જ તેમણે તો એક ધોલ ચોડી કાઢી ! અને પાછી મોટેથી બૂમ પાડી: ‘રામસિંહ ! પકડો આ બદમાશને!’

રામસિંહ ફોજદારનું નામ હતું. બદમાશનાં તો એ સાંભળીને હાંજા ગગડી ગયાં, ને તેણે વિચાર્યું કે આ તો મોટી પોલીસપાર્ટી હાજર થઈ ગઈ છે! વળી વજુભાઈએ સામે, એક ઠુંઠા ઉપર પીળો કોટ લટકાવી રાખેલો, તે પોલીસ જેવો જ નજરે પડતાં તો બદમાસનાં પાણી મરી ગયાં !

એણે તો ’માબાપ ! આ તમારા માટે !—’ એટલું કહેતાંક ને હાર વજુભાઈના હાથમાં સેરવી દીધો, ને પોતે ઊભી પૂંછડીએ નાસી ગયો !