માણેકલાલ તો બહુ ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા. અમે સૌ અજાયબી પામ્યા કે હવે વજુભાઈ ધાણી–ડાળિયાનો મેળ કરવાના કામમાં પડ્યા છે !
’ડૉ. બેન્સન એક વખત ‘Nervous System’ની સુધારણા માટે સારા ખોરાકની શોધ કરતા હતા. અચાનક એમણે થોડા ચણા ઘોડાને ખાવા આપ્યા. બીજે દિવસે ઘોડાની નસોમાં ઘણો ફેરફાર માલૂમ પડ્યો. એ ઉપરથી એમણે શોધ કરી, ને ચણાને બહુ માનભર્યું સ્થાન અપાવ્યું. ત્યાર પછી એ વાત વિસારે પડી ગઈ. પણ ‘ફરસાણ' ના શોખીન વાણિયાભાઈઓએ એનો પુનરુદ્ધાર કર્યો. ત્યારથી ચણા ખૂબ વપરાય છે. પણ તેને વાપરવાની સૌથી સારી રીત તો ભૂંજેલા ચણા વાપરવા એ છે. અમે એટલા માટે હમેશાં ડાળિયા વાપરીએ છીએ.’
‘એમ કે?’ માણેકલાલે કહ્યું. એમને આ બધું નવું નવું હતું.
ત્યાર પછી વજુભાઈએ ચણાની પોટલી રજૂ કરી. ને તેમાંથી, ફોતરાં ફોતરાં વીણી ખાવા લાગ્યા !
‘અરે ! આ તમે શું કરો છો?’ માણેકલાલ બોલ્યા: ‘તમે ફોતરાં કાં ખાઓ?’
વજુભાઈ એ બીજાં બે ચાર ફોતરાં મોંમાં મૂકતાં કહ્યું: ‘એ વાત તમે નહિ સમજો, પણ હું ઘેર, મગની દાળ કરાવી, ફોતરાં ખાઉં છું ને દાળ ફેંકી દેવરાવું છું! બધું સત્ત્વ તો ફોતરામાં જ હોય! મેં તો રોટલીમાં પણ એમ જ કર્યું છે તો!‘
‘હેં!’ માણેકલાલ છેલ્લામાં છેલ્લી શોધ વાંચી તે