પ્રમાણે વર્તવાનો ભારે શોખ ધરાવતા. એટલે તેમણે પણ ડાળિયાના ફોતરાં વીણવાં શરૂ કર્યાં
તે દિવસથી માણેકલાલનું નામ અમારા મિત્રમંડળમાં દાખલ થયું હતું. ત્યાર પછી એક વખત, માણેકલાલ ક્યાંક જમવા ગયેલા. રસોઈમાં, વધારેલી છડી દાળ હતી, એટલે માણેકલાલે તેમાં હાથ પણ બોળ્યો નહિ, ને ધીમેથી રસોઈયાને કહ્યું કે દાળનાં ફોતરાં હોય તો લાવજો ! માણેકલાલને તો ફોતરાં મળ્યાં, એટલે, જાણે કાંઈ બન્યું ન હોય, તેમ ખાવા મંડયા ! અમે અને વજુભાઈ તો એક ખૂણામાંથી, મુખ જોઈને પેટ ભરીને હસ્યા. પણ હા, માણેકલાલ ઘણી વખત ફોતરાં ખાવાનું, ભર નાતમાં પણ ભૂલતા નથી !
આ માણેક જેવા માણેકલાલની અમને હજી વધારે માહિતી મળી નથી. મળશે ત્યારે આપીશું. છતાં વજુભાઇએ એક વખત કહેલું સમજવા જેવું છે. જેને કોઈ દિવસ કોઈ માણેકલાલ મળતા નથી એ બીચારો જીવનને કોઈ દિવસ જાણતો નથી. તમારે જીવનની ખૂબી જોવી હોય તો ફિલસૂફોને ત્યાં જોડા ફાડતા નહિ, થોડાક મૂરખાઓને મળો ! તમારી જાત નિહાળવાનો એ અરીસો છે!