લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




તાતિયો ભીલ

શરે સવાસો વર્ષ પહેલાંની વાત છે. મધ્ય હિંદના ડુંગરાઓમાં બે ઘોડેસવારો ચાલ્યા જતા હતા, એમાંનો એક તો પ્રખ્યાત અંગ્રેજ અફસર લૉરેન્સ હતો. બીજો સ્થાનિક કોટવાળ હતો. ઠગોને જેર કરવામાં લૉરેન્સે ઘણી બહાદુરી બતાવેલી; એ ઉપરથી જ એને મધ્યહિંદની આ કામગીરી સોંપવામાં આવી હતી. આંહીં એક બહારવિટયો પાક્યો હતો. તાતિયો ભીલ એનું નામ. મોટા મોટા ચુનંદા અફસરો પણ એનો પીછો પકડવામાં નિષ્ફળ નીવડ્યા હતા. એની આસપાસ દંતકથાની એક સૃષ્ટિ ખડી થઈ ચૂકી હતી, એવો એ લોકપ્રિય થઈ ગયો હતો.

લૉરેન્સ એને વશ કરવા આવ્યો હતો. પણ પોતાને મળેલી આબરૂનું અહીં લીલામ થશે કે શું એનો એના મનમાં ભય હતો. પોતાની સાથેના હિંદુ કોવાળ સાથે એક પણ શબ્દ બોલ્યા વિના એ વિચારમાં ને વિચારમાં આગળ વધી રહ્યો હતો. બન્નેના દિવસોના પરિશ્રમ છતાં તાતિયાનો હજી પત્તો લાગ્યો ન હતો. મહાન તાત્યા ટોપીની માફ્ક એ પણ, ઘડીના છઠ્ઠા ભાગમાં હાથતાળી દઈ ને નાસી જવાની અદ્‌ભુત