શક્તિ ધરાવતો હતો. કોટવાળને લખનૌના એક રોહિલાની વાત અચાનક યાદ આવી ગઇ.
‘એક રોહિલા બહારવિટયાની વાત મને યાદ આવે છે, હજૂર!’ કોટવાળે સમય ગાળવા માટે પોતાની યાદદાસ્તને ઢંઢોળી કાઢી.
‘શું છે?’
‘એણે પોતાનું બહારવટું વિચિત્ર રીતે પાર પાડ્યું હતું. એનું બહારવટું હતું, લખનૌના વજીર સામે. વજીર, એના બાળકને ને સ્ત્રીને બન્નેને બાથમાં રાખીને બેઠેલો. કોઈ રીતે છોડે નહિ. ને બહારવટાની વાત પણ થાળે પડે નહીં!’
‘હં?’
‘પછી એક દી ભાઈ ! ધોળે દીએ વજીરના મકાનમાં એ ઘૂસી ગયો. આયા બગીચામાં બેઠી, વજીરના બે બાળકને રમાડે. પેલાએ તો દોડીને એ બન્ને બાળકને જ પકડી લીધાં!’
‘પકડી લીધાં? કોઈ દરવાન નહિં હોય?’
‘ઘૂસેલા જ મોટો કોટ ઠેકીને. એણે તો જીવ ઉપર આવીને રમ્મત માંડેલી. આયાએ તો રોકકળ માંડી. ને દોડતાં જઈને વજીરને ખબર આપી.
‘વજીર તો હાંફળાફાંફળા દોડ્યા. પણ રોહિલાએ બંદૂક બતાવી તેમને રોકી દીધા: ‘એક ડગલું આગળ અને આ છોકરા નહિ હોય મહેરબાન!’ એણે ભયાનક વાત કરી.
‘પણ તારે છે શું?’ વજીરે પૂછ્યું.
‘મારી જમીન—મારી બૈરી—’
‘એ પાછાં મળે, પછી?’
‘બહારવિટયો બોલ્યો : ‘ના, એમ નહિ; અંગ્રેજ રેસિડેન્ટ