જામીન થાય તો માનું. તમારો તે ભરોશો હોય?’
‘વજીર અંગ્રેજ રેસિડેન્ટ પાસે દોડ્યો. એને પગે પડીને તેડી લાવ્યો ને એ રીતે પોતાનાં બચ્ચાં બચાવ્યાં. તાતિયો ભીલ પણ, જનાબ ! એ માયલો છે ! એક હજાર વાત એના દેખાવાની કાને આવે છે, કોઈએ એનો ક્યાંય દીઠો?’
કોટવાળે વાત પૂરી કરી છે !
“પોતાની આજ સુધી મેળવેલી પ્રતિષ્ઠાનું શું ?” કર્નલ લૉરેન્સ આવી ચિંતામાં પડ્યો. એને અંતરમાં ઊંડે ઊંડે એમ હતું કે સરહદ પ્રાંતના પેલા પ્રખ્યાત બહારવટિયા દિલાવરખાનને જેવી રીતે લમ્સડેન સાહેબે વશ કરીને સૂબેદાર દિલાવરખાન બનાવ્યો હતો.*[૧] તેવું પોતે કાંઈક કરશે! પણ આંહીં આ તાતિયો ભીલ અજબનો નીકળ્યો ! એનો ભેટો જ થાય નહિ ને ! અને છતાંય તાતિયો પોતાનું કામ કરતો જ હોય ! આ હિંદુ કોટવાળ આજે ભયંકર સમાચાર લાવ્યો હતો પણ તેમાંય નાસીપાસી મળી. અત્યારે એ બન્ને બરેલી પાછા ફરી રહ્યા હતા.
તેઓ બરેલી પહોંચ્યા. બરેલીમાં તેમના સહાયક ત્રણસો આદમીઓનો જથ્થો તૈયાર હતો. પણ બરેલી ગામ તાતિયાના પરાક્રમ ઉપર મુગ્ધ હતું. થોડા દિવસ પર જ એક વાત પ્રગટ થઈ હતી કે તાતિયો એક ગામ લૂંટવા ગયો, ગામને પાદર નદીએથી માત્ર એક ગભરૂ બાળા પાણીનું બેડું ભરીને આવે. બીજું કોઈ દેખાય નહિ. સાંજનો વખત હતો. તાતિયાની રાડ તો બધે હતી. પેલી
- ↑ *યંગહસબન્ડની - ‘The story of the guides’ માં જાણવા જેવી આ આખી વાત આપેલી છે.