લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તાતિયો ભીલ
૮૫
 

પહોંચ્યા. ત્યાં સામે બે ચાર ઝૂંપડી પાસે એક બે માણસ ઊભાં હતાં.

મજૂરે એકદમ મૂંગા રહેવાની નિશાની કરી દીધી. ને તે કોઈ જુએ નહીં તેમ જંગલની ઓથે ઓથે આગળ વધવા માંડ્યો, ‘સા’બ ! હવે અવાજ થાય નહિ હો. નહિ તો મુઆ પડ્યા છીએ!’ તેણે એક વખત પાછા ફરીને પાછળ આવી રહેલા કર્નલના કાનમાં કહ્યું.

‘કેમ?’

‘પેલા જોયા નહિ? એ તાતિયાના ચોકીદાર લાગે છે!’

ધીમેથી કર્નલ તેની પાસે આવ્યો. હાથ લાંબો કરી તેના કાનમાં કહ્યું: ‘મારી બંદૂક લાવ.’

પણ અરે ! મજૂર તો એકદમ જ પાછળ હઠી જરાક દૂર ખસીને તરત હસી પડ્યો: ‘સાહેબ! તમારે બંદૂકની જરૂર નથી. તમે તો મારા મહેમાન છો, હું જ તાતિયો! મારું ઇનામ લાવો!’

આ કંગાળ જેવો માણસ—આ તાતિયો !

લૉરેન્સ સાહેબ તો ચકિત થઈ ગયા. પણ એટલું સારું હતું કે એમનું આ પરાક્રમ જોવા કોઈ કાળી ચામડીનો આદમી ત્યાં હાજર ન હતો.

તાતિયા વિષેનો લૉરેન્સનો ખ્યાલ જ બદલાઈ ગયો. દેશીઓ આળસુ હોવાથી બહારવિટયો પકડાતો નથી એ માન્યતા સરી ગઈ. એમનું રાજકર્તા પ્રજા તરીકેનું અભિમાન ઘવાયું પણ આંહી અત્યારે તો હવે ગુપચુપ ઊભા રહ્યા વિના છૂટકો ન હતો. એમને એક જ આશ્વાસન હતું. પોતે પોતાના જ તાબાના કોટવાળની હાજરીમાં આ પ્રમાણે