લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૮૯
તાતિયો ભીલ
 

એ વિચાર કરી રહ્યો હતો.

⁠થોડીવાર પછી બન્ને પોલીસ અફસરો બોલ્યા: ‘હવે અમે જઈએ?’

⁠તાતિયો હસ્યો: ‘પણ તમને રસ્તો નહીં મળે. ચાલો હું મૂકી જાઉં.’

⁠કોટવાળ ને કર્નલ આશ્ચર્યમાં ઊભા થયા. એમણે આ મશ્કરી માની. પણ બહારવિટિયો તરત ઊભો થયો: ‘ચાલો!’ મીરાં પેલી બીમાર ડોશીની સારવાર માટે અંદર ચાલી ગઈ. તાતિયો બન્ને અફસરો સાથે ચાલ્યો. પણ તે સાવચેત ને હથિયારબંધ હતો. પેલા બન્ને હથિયારવિહોણા હતા. રસ્તામાં તાતિયાએ કહ્યું: ‘સાહેબ! મેં તમને તાતિયો બતાવ્યો. હવે મારું ઇનામ મળવું જોઈએ!’

⁠કર્નલે કહ્યું: ‘પણ અમારો ઈંગ્લંડનો રોબિન હૂડ નામે બહારવિટિયો તો ધાર્યાં નિશાન પાડતો. હજી એટલો તું કાચો છે. આ વીંટી તું ઉપાડી લે તો તું ખરો. હું આપું એમાં શી મજા?’

⁠તાતિયો કાંઈ બોલ્યો નહિં. સહેજ મોં મલકાવીને વિચારમાં પડી ગયો. થોડે દૂર ગયા પછી બોલ્યો: ‘સાહેબ ! બસ, હવે અમારી હદ આવી ગઈ. તમારાં હથિયાર હું પાછળથી મોકલી આપીશ; ને તમારી સામે તો એ નહિ જ વપરાય એની ખાતરી રાખજો.’

આટલું બોલી તાતિયો જંગલમાં અદૃશ્ય થઈ ગયો.

પણ બહારવિટિયો ઘણો સાવધ રહ્યો હતો છતાં એક વાત ભૂલ્યો હતો. કોટવાળ ને કર્નલ બન્ને પાસે બ્યૂગલો રહી