લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૯૦
તાતિયો ભીલ
 

ગઈ હતી. બહારવટિયો અદૃશ્ય થયો ન થતો કે તરત જ તેમણે બ્યૂગલો વગાડ્યાં. એ અવાજ તો છાવણી સુધી જઈ પહોંચ્યો. ઘોડેસવારો ને પાયદળ આવી પહોંચ્યાં. એકદમ સૌને જંગલ ખૂંદી વળવાનો હુકમ છૂટ્યો.

રસ્તો કાંઈક તો યાદ રહી ગયો હતો. સૌ ઝૂંપડી શોધવા તરફ વળ્યા. તાતિયાની ઝૂંપડીની બહાર નીકળ્યા પછી કર્નલે આખે રસ્તે છૂટાછુટા કાગળના કટકા, તાતિયાને ખબર ન પડે તેમ, વેર્યા હતા. એ નિશાનીના જોરે જંગલમાં પ્રવેશ કરવાનો હતો. પણ કાગળનો એક પણ કટકો ક્યાંય ન મળે ! ને સૌ ભેગા થઈને તો આખું જંગલ ખૂંદી વળ્યા પણ પેલી ઝૂંપડીનો પણ પત્તો ન મળે !

વીલે મોંએ તે પાછા ફર્યા.

આ વાતને છ-સાત દિવસ થયા. કર્નલને તાતિયાની ચાતુરી સમજાઈ ગઈ હતી, એટલે કોટવાળ તથા કર્નલ તંબૂની બહાર બેસી જુદા જુદા રસ્તા રોકી જંગલમાંથી કોઈ માણસ છટકી ન શકે એની યોજના કરી રહ્યા હતા. એટલામાં શોરબકોર થઈ ગયો: ’દોડો ! તાતિયો ! તાતિયો !‘ સિપાઈઓ દોડતા જણાયા. કોટવાળ ને કર્નલ ઘોડા ઉપર ચડી મારતે ઘોડે પાછળ પડ્યા.

પણ તાતિયો ચાલાક હતો. એ તો જેટલી લૂંટ મળી તેટલી લઈ પાછો જંગલમાં રફૂ થઈ ગયો. રસ્તામાં એક તાજા લૂંટાયેલા ગૃહસ્થ માથું કૂટી રહ્યા હતા, તેની