પૃષ્ઠ:Akbar.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
અકબર

 અને આટલા બધા દુરાગ્રહોની વચ્ચે રજપૂતરાજાઓ એના માહનમંત્રને વશ થયા. અને જ્યારે કબરે બદલામાં હિંદુ વિનાના બધા અશુદ્ધ અને અસ્પર્શ્ય છે, એ સિદ્ધાન્તને ઊંચે મૂકવાનું તેમને કહ્યું ત્યારે નવા તંત્રના પાયારૂપ મનાતા અભેદ ધર્મના મોટા ધોરણની વિરુદ્ધ આવતા એ દુરાગ્રહને એક વિના બધાએ મૂકી દીધો. આ ધોરણની હદ માત્ર એટલીજ રહી કે અનુદાર મતના બીજી જાતના લોકો જોડે લગ્નસંબંધ ન કરવો. આટલું કરવાથી પોતાના દેશને શાન્તિ અને આબાદી આપનાર તથા એમને પોતાને માન અને અભિમાન આપનાર રાજ્યતંત્ર મજબૂત થશેજ એ એમને ગળે ઉતર્યું.

કબરના રાજ્યના એકત્રીસમા વર્ષની શરૂઆતમાં કાબુલમાં પોતાના ભાઈ મરી ગયાના, બદક્ષાનની સરહદ ઉપર આવેલા પ્રાંત ઉપર ઉઝબેક લોકોની ચઢાઈ થઈ આવ્યાના તથા કાબુલ ઉપર પણ ચઢી આવવાનો તેઓ ઈરાદો રાખતા હતા, એ સમાચાર એને મળ્યા. આ પ્રસંગ ગંભીર હતો અને કબરના ધારવા પ્રમાણે પોતાની હાજરીની જરૂર પડે એવો હતો. એટલે નવેમ્બરના મધ્ય ભાગમાં તે એક લશ્કર સાથે પંજાબ તરફ ઉપડ્યો, અને બીજા મહિનાના અંતમાં સતલજ પહોંચ્યો, અને ત્યાંથી સીધા રાવળપિંડી તરફ ચાલ્યો. ત્યાં કાબુલનો મામલો એના હિતને અનુકૂળ થવાનો સંભવ છે. એવા સમાચાર મળવાથી તે અટકના નવા કિલ્લા તરફ ગયા અને ત્યાંથી ગવાનદાસની સાથે એક લશ્કર કાશ્મીરની જીત મેળવવા, બીજજું બલૂચી લોકોને દંડ દેવા, અને ત્રીજું સ્વાત લોકોની સામે હીલચાલ કરવા માટે મોકલ્યું. આ ત્રણ સવારીમાંની છેલ્લી સવારી દુર્ભાગ્ય નીવડી. યુસુફસાઈ લોકોએ મુગલનો પ્રથમનો હુમલો પાછો વાળ્યો, એટલું જ નહિ, પણ જ્યારે કબરે પોતાના ખાસ સોબતી બીરબલની સાથે એક મોટું મદદગાર સૈન્ય મોકલ્યું, અને તે હુમલો કરનાર સૈન્યને ભેટ્યું, ત્યારે તેને પણ પાછું હઠાવ્યું. આ ભેટામાં આઠ હજાર માણસો મરાયા. અને બીરબલ પંડે પણ મરાયો. આ હાર મુગલ લોકોની સખતમાં સખત હાર હતી. આનો ખંગ વાળવાને માટે કબરે પોતાના શ્રેષ્ઠ સેનાપતિ–રાજા ટોડરભૂલને જયપૂરના રાજા માનસિંહની મદદ સાથે મોકલ્યો. આ સરદારોએ