પૃષ્ઠ:Akbar.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
રાજ્યનો ઇતિહાસ


બહ સાવચેતીથી યુક્તિયુક્ત પગલાં ભર્યો. જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ કીલ્લાઓ સર કરતા ગયા અને આખરે ખૈબર પાસમાં એ લોકોને પૂરા હરાવ્યા.

દરમિયાન કાશ્મીર સામે મોકલેલી ચઢાઈ આના કરતાં અંશ માત્રમાં વધારે ફતેહમદ નીવડી. આના સેનાપતિયો શુલીયસની નેળ આગળ પહોંચ્યા. પણ તે દેશના મુસલમાન રાજાએ એનું દ્વાર બંધ કર્યું.

જોઈતો સરસામાન આવી પહોંચશે એમ સમજી થોડાક દિવસ તેમણે વાટ જોઈ પણ વરસાદ અને બરફ પડવા માંડ્યો અને આગળ પગલું માંડવા શક્તિમાન થાય ત્યાર પહેલાં તો યુઝુફઝઈ લોકોએ ખવરાવેલી હારના સમાચાર પહોંચ્યા. આથી એમનામાં જે કાંઈ ઉત્સાહનો શેષ ભાગ હતો તે પણ ચાલ્યો ગયો અને કાશ્મીરના બાદશાહ સાથે એ નામનો ખંડીયો રાજા થાય એવી સરતે સલાહ કરવાની ઉતાવળ કરી. પછી તેઓ કબર પાસે આવ્યા. એમની સાહસ શક્તિની ખામી કબર સમજી ગયો અને તેની નીશાનીમાં તેમને નામનોજ આવકાર આપ્યો. સલામ બંધ કરી, પણ કબરના મનમાં રીસ ઝાઝો વખત રહેતી જ નહિ. તેણે તેમને તરતજ માફી આપી.

ત્રણ સવારીઓમાં બલુચીઓના સામેની સવારીજ ખરી રીતે ફતેહમંદ નીવડી. આ કટ્ટા લડવૈયાઓ કાંઈ પણ અટકાવ કર્યા વિના કબરને આધીન થયા. ટોડરમલ અને માનસિંહના પરાક્રમે ખૈબર ઉઘડ્યો કે તરતજ જયપુરના રાજાના ભત્રિજા અને વારસ માનસિંહને કાબુલનો સૂબો નીમ્યો અને જોઇતા લશ્કરની સાથે તેને ત્યાં મોકલ્યો. બીજા લશ્કરને યુઝફઝાઈના મુલકમાં મોકલ્યું અને પેશાવરમાં જબરૂ સૈન રાખ્યું. કબર પંડે લાહોર આવ્યો. ત્યાંથી તેણે કાશ્મીર ઉપર એક બીજી સવારી મોકલી. આ સૈન્ય પર્વતમાર્ગોમાં પહોંચ્યાં તે વખત એટલે સન ૧૫૮૭ના ઉનાળામાં શ્રીનગરના વાસ્તવિક રાજા સામે એક બળવો થયો હતો. આથી આ દેશમાં દાખલ થવામાં કે ત્યાં જય મેળવવામાં બાદશાહી લશ્કરને કાંઇ મુશ્કેલી ન અનુભવવી પડી. એટલે એ હવે મુગલ રાજ્યમાં ભળી ગયું અને કબરના ઉત્તરાધિકારીના