પૃષ્ઠ:Akbar.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
રાજ્યનો ઇતિહાસ


પહોંચ્યો. ત્યાં હતો એટલામાંજ એને એવા સમાચાર મળ્યા કે ગુજરાતના નવા સૂબા–એની માનિતી ધાત્રીના એક પુત્રે કાઠીઆવાડ અને કચ્છ જોડે શત્રુતા બાંધી છે. આના પરિણામમાં આ બે પ્રાન્તો મુગલ રાજ્યમાં જોડાયા અને અફઘાન વંશનો શાહજાદો જેણે પશ્ચિમ હિંદમાં આ બધું તોફાન જગાવ્યું હતું તેણે આપઘાત કર્યો. લાહોર રહ્યાનો એક બીજો લાભ બાદશાહે એ લીધો કે સિંધમાં રાજ્ય મામલો જરા ગેરલાભમાં ફરી જવાથી ત્યાં આગળ પૂર્ણ શાન્તિ પસારવાની આજ્ઞા કરી. આ પ્રાન્તની પૂર્ણ જીત પ્રથમથી ધાર્યા કરતાં વધારે મુશ્કીલ નીવડી. ઘણું સૈન્ય પાછળથી મદદે મોકલવું પડ્યું અને ધારેલું પરિણામ લાવવાને દૃઢતા અને સાવચેતી બન્નેનો સાથે ઉપયોગ કરવાની જરૂર પડી. આ સવારીને બે વરસ લાગ્યાં. અને તે દરમિયાન કાશ્મીર સામું થયું હતું.

આ વર્ષોમાં બાદશાહે સદર મુકામ લાહોરમાં નાંખ્યો હતો. સિંધમાં પૂર્ણ વિજય થશેજ એમ ધારી એણે પોતાનું ઝાઝું લશ્કર ભીમ્બર તરફ મોકલી પોતે ચીનાબના તટ ઉપર શીકાર કરતો પડ્યો હતો. પણ આ સમાચાર સાંભળીને તરતજ પોતાના લશ્કરને મળવા માટે ઉપડ્યો. રસ્તામાં એણે સાંળળ્યું કે એના લશ્કરના અગરક્ષકો સામે ઉગ્ર વિરોધ છતાં પણ સરજોરીથી એક સાંકડા માર્ગમાં દાખલ થયા હતા. આ બનાવથી લડાઇનું પરિણામ નક્કી થઈ ગયું. કારણકે દ્રોહી રાજાના સીપાહીઓએ આથી પોતાના રાજા ઉપર ક્રોધ લાવી રાત્રે તેના ઉપર તૂટી પડ્યા. તેનું માથું કાપી નાંખ્યું અને કબર સમક્ષ મોકલ્યું. આ માણસના મૃત્યુની સાથે જ બધો વિરોધ બંધ પડ્યો અને અકબર શ્રીનગર તરફ ઘોડા ઉપર જઈ ત્યાં આઠ દિવસ થોભ્યો. રાજ્યવ્યવસ્થાનો બંદોબસ્ત કર્યો અને પછી બરમુલના દૂર્ગ માર્ગને રસ્તે રોતસ અને રોતસથી લાહોર આવ્યો. ત્યાં તેને સમાચાર મળ્યા કે બંગાળાના એના પ્રતિનિધિ, રાજા માનસિંગે, ઓરીસાનો પ્રાંત બાદશાહી રાજ્યમાં અચૂક જોડી દીધો છે. તે પ્રાન્તમાંથી કેદ કરેલા એકસોને વીસ હાથીઓ એણે બાદશાહને નજરાણા તરીકે લાહોર મોકલાવી દીધા હતા.

શહેનશાહતના તંત્રમાં વિંધ્યાચળની દક્ષિણના મુલકને લાવવાનો પ્રયત્ન