પૃષ્ઠ:Akbar.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩
રાજ્યનો ઇતિહાસ


ઈર્ષ્યા થઈ હતી. કહેવામાં એ હતું કે પોતાના પિતા કબરને મતાંધ મુસલમાનોના આગ્રહી ધર્મથી ખસેડનારમાં એજ મુખ્ય પુરૂષ હતો. એક ક્ષણભર કબરને એમ આશા રહી કે બુલફઝલને દક્ષિણમાં મોકલવાથી લીમનો દ્વેષ કાંઈક ઓછો થશે. અને જ્યારે પોતે પણ બુલફઝલની પાછળ જવાનો નિશ્ચય કર્યો ત્યારે કબરે લીમને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યો અને ‘અજમેરનો રાજપ્રતિનિધિ’ એ ઈલ્કાબ સાથે મેવાડના રાણા સાથે તાજી થયેલી લડાઈ પૂરી કરવાનું કામ પણ તેને જ સોંપ્યું. વળી કબર લીમના પક્ષપાત સારી પેઠે જાણતો. અને તેથી જ લગ્નને લીધે એના સંબંધી થયેલા માનસિંહને એની સાથે મદદ કરવા સારૂ મોકલ્યો.

આ બે શાહજાદાઓ મેવાડ તરફ ઉપડી ગયા ત્યારે તેમને ખબર મળી કે બંગાળામાં જ્યાં માનસિંહ સુબો હતો ત્યાં બળવો થયેલ છે. આ બળવાને દાબી દેવા માટે માનસિંહને તરતજ તે તરફ કુચ કરવાની જરૂર પડી. લીમ હવે સલાહકાર વિનાનો રહ્યો. અને આ વખતે એના હાથમાં પુષ્કળ ફોજ હતી. તેથી પોતાના પિતાની દક્ષિણ તરફની ગેરહાજરીનો લાભ લઈ ગાદીને માટે હિમ્મતથી ઘા કરવાનો તેણે ઠરાવ કર્યો. એટલે મેવાડ ઉપરની સવારીનો વિચાર માંડી વાળીને તે પોતાના લશ્કરની સાથે આગ્રે દોડ્યો અને જ્યારે બાદશાહી કિલ્લાના સુબેદારે પોતાના માલીક તરફ પૂર્ણ વફાદારી બતાવી શહેરના દરવાજા લીમ સામે બંધ કર્યા, ત્યારે તે લાહાબાદ તરફ ઉતાવળે ચાલ્યો, તે કીલ્લાનો કબજો કર્યો, અયોધ્યા અને બીહારના પ્રાન્તો ઝડપી લીધા અને ‘રાજા’ નો ઈલ્કાબ ધારણ કર્યો.

આ બનાવોના સમાચારે કબરને દક્ષિણમાંથી પાછો બોલાવી લીધો. લીમનું આ કૃત્ય દાબને ન સહન કરી શકે એવા ઉગ્ર સ્વભાવને લીધે જ થયું છે એમ સમજીને ફરજ પાડવાને બદલે એને સમજાવી ઠેકાણે લાવવાનો કબરે ઠરાવ કર્યો. તદનુસાર તેણે તેને એક પત્ર લખ્યો. જેમાં જો એ એને શરણે આવે તો તેના ઉપર અવિરત પ્રેમ રાખવાની ખાત્રી કરતાં એમને એમ વિરૂદ્ધાચરણ ચાલુ રાખે તો તેથી થવાનાં પરિણામની ચેતવણી આપી. આ કાગળ લીમને મળ્યો ત્યારે કબર થોડા પણ રાજ્યના ચુનંદા લડવૈયાના