પૃષ્ઠ:Akbar.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
અકબર


લશ્કર સાથે આગ્રાની લગભગ હતો તેથી લીમે પોતાની સ્થિતિ કેવળ અરક્ષણીય છે અને જો આમાં આગ્રહ કર્યો તે વખતે ઉત્તરાધિકાર પણ ખોવો પડે એમ સમજીને આનો જવાબ અત્યંત નમ્ર શબ્દોમાં આપ્યો. પણ એની વર્તણુંક તદનુસાર ન રહી. થોડીક વાર પછી ઝાઝું સૈન્ય હજી દક્ષિણમાંજ છે એવા સમાચાર મળ્યા એટલે પોતે ઈટાવા તરફ ચાલ્યો અને પોતાના પિતાને એક ભવ્ય લશ્કરના સરદાર થઈ મળવું એવો ઈરાદે રસ્તામાં લશ્કર એકઠું કરતો ગયો. પણ કબર છેતરાયો નહિ. એણે એના શાહજાદાને બેમાંથી એક ક્રમ લેવાને આજ્ઞા કરી. કાંતો થોડાકજ અનુચરો સાથે આગ્રે આવવું કે અલાહાબાદ પાછા જવું.

શાહજાદા લીમે પાછલો ક્રમ પસંદ કર્યો. અને એવું મનાય છે કે બંગાળા અને ઓરીસા પ્રાંતો બક્ષીસમાં આપવાનું વચન મળતાં એણે એમ કર્યું. ગમે તેમ પણ લીમને આ બે પ્રાંતો ઈનામમાં મળ્યા. પોતાનો માર્ગ પસંદ કરવામાં કબરનું પોતાની સાધારણ સ્થિતિને મુકાબલે આ વખતની સ્થિતિની નબળાઈનું જ્ઞાન; અથવા પોતાના પુત્ર સાથે યુદ્ધમાં ઉરવાની વૃત્તિનો અભાવ; અથવા પોતાની પુત્ર પ્રત્યેની પ્રીતિ: આમાંનું શું અને કેટલું કારણભૂત હશે એ કહી શકાતું નથી. વખતે આ ત્રણે ભાવો એકઠા થઇને એને આ નબળાઈના અંશવાળો રસ્તો સુઝાડ્યો હોય. ગમે તેમ પણ એની રહેમીયતની સારી અસર પોતાના દ્રોહી પુત્ર ઉપર ન થઈ એમ માનવાને એને કારણ મળ્યું. કેમકે ઉત્તમ સ્મરણશક્તિ અને અતિશય દ્વેષવાળા લીમે દક્ષિણમાંથી બુલફઝલ થોડાક જ અનુચરોની સાથે પાછા ફરતો હતો એ પ્રસંગનો લાભ લઈ એને આંતરીને મારી નાંખવાને ઓરછાના રાજાને ઉશ્કેર્યો.

પોતાના મિત્રનું ખૂન કબરને ભારે ઘા જેવું લાગ્યું. સદ્ભાગ્યે આ કૂર કર્મમાં પોતાના શાહજાદાનો હાથ છે એવું એણે કદી પણ જાણ્યું નહિ. ઓરછાનો રાજાજ માત્ર ગુન્હેગાર છે એમ માની તેણે તેની સામે એક સૈન્ય મોકલ્યું. ગુન્હેગાર રાજા જંગલમાં નાશી ગયો અને કબરના મરણથી પોતાને સંતાવાના પ્રયત્ન કરવાની જરૂર ન રહી ત્યાં સુધી પડકાયો નહિ. લીમની સાથે પછી અકબરને સલાહ થઈ અને ફરીથી વળી બાદશાહે એને