પૃષ્ઠ:Akbar.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
અકબરના ધોરણો અને સામ્રાજ્ય વ્યવસ્થા.

શાન્તિવાળા ઉપાયોથી મેળવી લીધા અને તેમાં પહેલા ઉપાય કરતાં બીજો તેને વધારે પસંદ હતો. એના મરણ પછી મુહમ્મદ અમીન લખી ગયો છે કે એના સામ્રાજ્યની ચારે દીશાઓમાં બળવાન અને ન્યાયી રાજ્ય ચાલતું. દરેક જાતના અને દરેક વર્ગના લોકો એના દરબારમાં આવતા. તમામ વર્ગોમાં સાર્વત્રિક શાન્તિ સ્થપાયાથી બધા ધર્મના લોકો એના રક્ષણ નીચે નિર્ભયતાથી રહેતા.’ રાજ્યકર્તા કબર આવો હતો. કબર માણસ તરીકે કેવો હતો તે વર્ણવવાનો આવતા પ્રકરણમાં પ્રયત્ન થશે.

અકબર ૧૬૦૫ના ઓક્ટોબરની ૧૫મી તારીખે ત્રેંસઠમુ વર્ષ પૂરૂ થયાને બીજેજ દિવસે મરણ પામ્યો.

પ્રકરણ ૧૨ મું.


અકબરનાં ધોરણો અને સામ્રાજ્ય વ્યવસ્થા.

અઈન–ઈ–અકબરીનો કર્ત્તા લખે છે કે નાના મોટાં બધાં રાજ્યનાં ત્રણે અંગની કૃતાર્થતા અને પ્રજાની ઈચ્છાનું સંપાદન, એ બધું, રાજાની વખત ગાળવાની રીત ઉપર આધાર રાખે છે.

આ કસોટીએ જોતાં અકબરે એક મનુષ્ય તરીકે તેમજ રાજા તરીકે મેળવેલી ફતેહનાં ન્યાયસિદ્ધ કારણો પોતેજ આપણને મળી શકે છે. એ પ્રત્યેક કામ જાતે કરતો એટલુંજ નહિ પણ રાજ્યકર્તાની વ્યક્તિના માત્ર ઉપર આધાર ન રહેતાં લોકોનાં હૃદયમાં ઊંડા મૂળ નંખાય એવી ઈમારત બાંધવાનો જે એના જીવતરનો મુખ્ય હેતુ હતો, તેનાં સાધનો વિષે વિચાર કરવાનો અને તે વિચારોને જાતે જ અમલમાં મૂકવાનો પણ તેના કાર્યક્રમમાં સમાવેશ હતો. આ હેતુ પાર પાડવામાં એણે જે સાધનો યોજ્યાં એનું વિવેચન કરતાં પહેલાં મનુષ્ય જાતની આધ્યાત્મિક સ્થિતિ સંબંધી વિચારોની સાથે એનું મન કેવું અનુકૂળ હતું અને તેથી એના ઉપર શી અસર થઈ હતી તે વિષયે બે શબ્દો બોલવાનું હું ધારૂં છું. આ વિષય ઉપર વિચાર કરવો એ સર્વથી વધારે અગત્યનું છે. કેમકે ધર્માંધ મુસલમાનોના સિદ્ધાન્ત પ્રમાણે હિન્દુ પ્રજા નિત્ય