પૃષ્ઠ:Akbar.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
અકબર


આવે છે. ઇસ્પહાનીના અમુલ્ય ગ્રંથનો એક હસ્તલેખ એના હાથમાં કાંઈક આવ્યો. કમનસીબે ઉપરથી નીચે સૂધી દરેક પાનાનો અરધો ભાગ અગ્નિથી કોઈ ઠેકાણે ઉકલે નહીં એવો થઈ ગયેલો હતો, અને કોઈક ઠેકાણે કેવળ નાશ પામ્યો હતો. આવા અમુલ્ય ગ્રંથનો ઉદ્ધાર કરવાનો ઠરાવ કરીને બુલફઝલે બળેલો ભાગ કહાડી નાંખ્યો; દરેક પાને નવા કાગળો નાંખ્યા અને દરેકે દરેક પંક્તિનો ખૂટતો ભાગ પોતે લખવાનું શરૂ કર્યું. આ પ્રયત્નમાં ઊંડા વિચારથી કેટલીક વાર વાંચી ગયા પછી એ વિજયી થયો. થોડાક વખત પછી એજ ગ્રંથની આખી નકલ મળી આવી, અને પછી મુકાબલો કરતાં માલુમ પડ્યું કે અલબત કેટલેક ઠેકાણે શબ્દો જુદા હતા, કેટલેક પ્રસંગે કારણો પણ નવાંજ આપેલાં હતાં પણ બધું જોતાં બુલફઝલે ઉદ્ધારેલો ભાગ મૂળની સાથે એટલો બધો અસાધારણ રીતે મળતો આવતો હતો કે એક કઠણ લેખકની લેખપદ્ધતિ અને વિચારપદ્ધતિમાં બુલફઝલને ઊંડો ખૂંપી ગયેલો જોઈ તેના મિત્રોને મહોટું આશ્ચર્ય થયું.

બુલફઝલ સ્વભાવે અભ્યાસી હતો, તેથી તેણે થોડોક વખત કબરે મોકલેલા દરબારમાં આવવાના તેડાનો અનુકુળ જવાબ ન આપ્યો. પણ ઉપર વર્ણવી તે રીતે કબરની સાથે જામેલી એના મોટા ભાઈ ફૈઝીની મિત્રતાએ કબરની મૈત્રીને માટે રસ્તો કર્યો; અને ફૈઝીના ભાઈ તરીકે જ્યારે સને ૧૫૭૪ માં બુલફઝલને કબરની સમક્ષ રજુ કરવા તેડાવ્યો ત્યારે તેણે તેને એવો મનોહારી આવકાર દીધો કે ‘મસ્ત એકાંતવાસ’ ની જીંદગી ગાળવાના પોતાના ઠરાવ બાબત ફરીથી વિચાર કરવાનું બુલફઝલને મન થયું; આ વખતે તેનું વય માત્ર ત્રેવીસ વર્ષનું હતું પણ આ દેશમાં પ્રાપ્ય જ્ઞાન મેળવવાનાં તમામ સાધનો તેણે ખુટાડ્યાં હતાં. એની સ્થિતિ તેના પોતાના શબ્દોમાં નીચે પ્રમાણે હતી. ‘મારા મનને કાંઈ વિશ્રાન્તિ મળતી નહતી. અને મારૂં અંતઃકરણ મોંગોલીઆના વિદ્વાનો અથવા લેબેનોન ઉપર રહેનારા સાધુઓ તરફ ખેંચાયું હોય એમ મને લાગતું. ટીબેટના લામાઓને અથવા પોર્ટુગાલના પાદરીઓને મળવાની મને પ્રબળ ઈચ્છા થતી અને પારસીઓના દસ્તુરો કે ઝન્દઅવેસ્તા જાણનારા વિદ્વાનોની સાથે હું