પૃષ્ઠ:Akbar.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
અકબર.


પ્રકરણ ૩ જું.

બાબરે કાબુલ મેળવ્યું.

આ વખતે કાબુલના રાજ્યમાં આપણે હાલમાં, પૂર્વ અફઘાનીસ્તાન કહીએ–એટલાજ મુલકનો સમાવેશ હતો; એટલે કાબુલ અને ઘઝની પ્રાંતોજ હતા. હીરાત–મધ્ય એશિયામાં એક મોટામાં મોટા સ્વતંત્ર રાજ્યનું રાજનગર હતું. અને કંદહાર બેજોર સ્વાત અને પેશાવર ઉપર કાબુલ જોડે કંઈ પણ સંબંધ વિનાના સરદારોનો અમલ હતો. સપાટ ભૂમિ ઉપર વસનારી અને સીમાડાની ખીણોમાં રહેતી કોમોજ કાબુલના બાદશાહની આણ માનતી. શબર જાતિ તો થોડી મુદ્દત ઉપરના તેમના વંશજોના જેવીજ સ્વતંત્ર અને સામી થનારી હતી. આ વખતે કાબુલમાં લગભગ અંધરેજ ચાલતું હતું. આ દેશના મર્હૂમ રાજા અબુસૈયદના એક પ્રપ્રૌત્ર અબદુલ રઝાક ઉપર કન્દહારના બાદશાહના એક શાહજાદા મહમદમોકીએ છાપો મારી તેને શહેરમાંથી બહાર કાડી મુક્યો હતો. અને આ નવો રાજા ભવિષ્યનો કાંઈ પણ વિચાર વગર આખી દુનિયાં ઉંઘતી હોય અને પોતાને તો કાંઈ જોખમ છેજ નહિ, એમ સમજીને નિઃશંક રાજ્ય કરતો હતો.

ઉપર કહેવાયું છે કે બાબરે પોતાની ભટકતી જીંદગીથી કંટાળીને ખોરાસાન ઉપર ચઢાઈ કરવાનો ઠરાવ કર્યો. આ હેતુથી એણે ઓક્સસ નદી ઓળંગી અને તે પ્રદેશના રાજા સુલતાન ખુશરૂના શાહજાદા બાકી એની સાથે ભળ્યો એટલે તેણે અજેર ઉપર સવારી કરી અને થોડા દહાડા ત્યાં રહ્યો. પછી ખુશરૂની નોકરીમાં રહેલા મુઘલ લોકોએ ફિતુર કર્યું છે એવા સમાચાર સાંભળ્યાથી તેણે તે સ્થિતિનો લાભ લઈ શકાય માટે લીકાન ઉપર ચઢાઈ કરી. આ બે સ્થળોની વચ્ચમાં ખુશરૂના મુઘલો તેના ભેગા ભળ્યા અને તેને ખબર મળ્યા કે બાકીના લશ્કરની સાથે સુલતાન ખુશરૂ કાબુલ જવા ઉપડ્યો છે. આ બે લશ્કરો રસ્તામાં એવાં લગોલગ આવી ગયાં કે બે સરદારનો ભેટો થયો. પરિણામે ખુશરૂને છેક નમવું પડયું. અને તેનું લશ્કર ટોળાબંધ બાબરના પક્ષમાં આવ્યું. આ પ્રમાણે બળવાન થયેલા