પૃષ્ઠ:Akbar.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
અકબર


નહીં. તેમજ આ વેરા જેવો મનુષ્યજાત ઉપર જોરજુલમ ગુજારવાની તક પણ બીજો એક વેરો આપતો નહીં. કબરના પહેલાંના બાદશાહો અને અહીંના વતનીઓનો સદ્ભાવ પ્રાપ્ત ન કરી શક્યા તેનું કારણ આ વેરાને અંગે થતો કામક્રમ પણ હોઇ શકે. તરીખ–ઈ–ફીરોઝશાહીનો કર્તા લખે છે કે જ્યારે દિવાનનો વસુલાતી અધિકારી વેરો ઉઘરાવવા આવે ત્યારે તે વેરો પૂર્ણ નમ્રતાથી અને કંઇ પણ બોલ્યા ચાલ્યા વિના આપવો જોઈએ. અને આ અધિકારીની મરજી એમના મોંમાં થુંક્વાની થાય તો વટલાવાનો ભય બીલકુલ ન રાખતાં એમણે એમનાં મોં ઉઘાડવાં જોઈએ કે તે અધિકારી છૂટથી થુંકે. આવા અપમાનનો અને મોંમાં થુંકવાનો હેતુ એજ કે–ઇસ્લામ ધર્મવાળાના રક્ષણ નીચે રહેતી કાફર પ્રજાની પરવશતા સિદ્ધ કરવી; ઇસ્લામનો ધર્મ જે ખરો ધર્મ છે તેનું માહાત્મ્ય વધારવું તથા ખોટા ધર્મો માટે પોતાનો ધિઃક્કાર બતાવવો. આ રીતે વર્તનારા અધિકારીઓ ઈસ્લામ ધર્મના ખરા તત્વથી વિરૂદ્ધ ચાલતા એ સિદ્ધ કરવાની કંઈ જરૂર નથી. દુનીઆમાં કોઈ પણ એવો નથી, કે જેને મતાંધ અનુયાયિઓના ઉન્મત્ત ઉમંગથી ખમવું પડ્યું ન હોય. મુસલમાન ધર્મને બીજા બધા જેટલું તો ખમવું પડ્યું હતું જ, પણ ઉપરના ઇંતેખાબથી–એક અસાધારણ પ્રકાશ પામેલા બાદશાહના માણસો પણ ધર્મને બહાને પોતાના ધર્મનાં ખરાં ફરમાનોની વિરૂદ્ધ વર્તન ચલાવીને–પરાભવ પામેલી પ્રજા ઉપર જુલમ ગુજારવા અને તેમનું અપમાન કરવામાં કેટલે દરજ્જે શક્તિવાન થાય છે એ સિદ્ધ થઈ શકે છે.

આ વેરો ઉઘરાવતાં સત્તાનો દુરુપયોગ થવાનો સ્વતઃસિદ્ધ સંભવ છે એમ કબર કળી ગયો હતો, એટલું જ નહિ પરંતુ આ કર કેવળ દુષ્ટ છે એ પણ એ સમજ્યો હતો. ‘કાફર’ એ શબ્દજ એ ધિક્કારતો. એ વારે વારે પોકારતો કે ‘હુંજ ખરો છું એવી કોને ખાત્રી છે ?’ સર્વ ધર્મોમાં કંઇક શુભ હોય છે એમ સમજવાથી કોઈ પણ માણસના અંતઃકરણપૂર્વકના ધર્મ ઉપર વેરો નાંખવો એ તેને રૂચ્યું નહીં. એટલે એણે પોતાના રાજ્યના નવમા વર્ષમાં માત્ર ત્રેવીસ વર્ષની ઉમ્મરે પેલા બે તેજસ્વી બંધુ ફૈઝી અને બુલફઝલ સાથે સંબંધ થયા પહેલાં ત્રણ વર્ષ ઉપરજ વસ્તુની ખરી યોગ્યાયોગ્યતા