પૃષ્ઠ:Akbar.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
અકબર


મોહક ગ્રંથમાં, હુમાયૂં પોતાના રાજ્યના પ્રારંભમાં ચીતોડવાળી કુંવરી કુર્ણાવતીનો ભાઈ થયો હતો અને તેની સેવામાં રહેવા એણે વચન આપ્યું હતું, એ વાત આપણને જણાવે છે. આ તેની સેવા એણે વફાદારીથી બજાવી હતી. તે તેને હમેશાં ‘વ્હાલી સગુણી બહેન’ એમ કહીને બોલાવતો. વળી તેણે મ્બરના રાજા બિહારીમલ્લની પણ પ્રીતિ સંપાદન કરી હતી. બિહારીમલ્લ તો આ ગ્રંથમાં આટલી બધી વાર આવી ગયેલા ગવાનદાસનો પિતા થાય.

આગળ ઉપર કબર એની કુંવરીને પરણ્યો અને અમ્બરની ગાદી સાથે આ રીતે એનો સંબંધ જોડાયાથી, ગવાનદાસ અને તેનો ભત્રીજો તથા દત્તકપુત્ર માનસિંહ જે તેનો એક મોટામાં મોટો સેનાપતિ હતો, તેમને પોતાના દૃઢ મિત્ર તરીકે ગણવા શક્તિવાન થયો. ગવાનદાસ વિષે આગળ લખતાં કર્નલ ટોડ લખે છે કે તે કબરનો એક મિત્ર હતો. કબર આવા માણસોને પોતાની ગાદી સાથે સંબંધ કરવાની કિંમત જાણતો. રજપૂતાનાના રાજાઓની ખરી મનોવૃત્તિઓ જાણવાની એના જેવી બીજા કોઈને પણ તક ન હતી. તેથી આગળ વધતાં એ લખે છે કે ‘પરંતુ ગવાનદાસનું નામ ઇસ્લામીઓ જોડે લગ્ન વ્યવહાર બાંધવાથી રજપૂત શુદ્ધતાને દૂષિત કરવામાં પ્રથમ પુરૂષ તરીકે–અધમ ગણાઈ ગયેલું છે.’ આ જાતનો દુરાગ્રહ હમેશાં મજબૂત હોય છે; કુતરાની માફક એક્વાર ત્યાગ કરેલી વસ્તુ ઉપર પુનઃ આદર કરે છે.

ગવાનદાસ અને તેના ભત્રિજા 'માનસિંહના જેવા પરાક્રમી અને ઉદાર અંતઃકરણના રાજાઓ રજપૂતાનામાં કદી ઉત્પન્ન થયા નથી. કબરની સાથેના એમના ગાઢ સંબંધથી મુગલના સર્વોપરિપણા વિષયે રજપૂતોના મનનું બીજી કોઈ પણ બાબતથી ન થયેલું સમાધાન થયું હતું. આ સંબંધ વળી ગવાનદાસની એક કુંવરી વેરે લીમનાં લગ્નથી સુદૃઢ થયો હતો. આ પરાક્રમી કોમ ઉપર કબરના રાજ્યની ખરી અસર શી હતી તે ર્નલ ટોડ, જેનો રજપૂત સંબંધી સદ્ભાવ રજપૂતોના પોતાના કરતાં પણ વધારે ઊંડો હતો તેના કબરના ઈતિહાસના નીચેના ઉપસંહારથી જણાઈ આવે છે.