પૃષ્ઠ:Akbar.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯
અકબરનાં ધોરણો અને સામ્રાજ્ય વ્યવસ્થા.


આ ગ્રંથકાર લખે છે કે કબર મુગલ રાજ્યનો ખરો સ્થાપનાર હતો. એજ રજપૂતોની સ્વતંત્રતાનો પ્રથમ વિજેતા હતો. આ હેતુ સાધવામાં એના સદ્‌ગુણોની એને પ્રબળ મદદ હતી. કેમકે સામાના મનનું સ્વારસ્ય અને તેમને અચૂક રીતે પ્રવૃત્તિમાં દોરનારા હેતુઓ જાણી લેવાની એની ચતુરાઈથી રજપૂતોની આસપાસ નાંખેલી લોઢાની સાંકળોને તેણે સેનાની સાંકળો બનાવી હતી. પછી લાંબા કાળના પરિચયને લીધે, અને ખાસ કરીને જ્યારે બાદશાહે એમના જાત્યભિમાનને સંતોષ પમાડે એવાં કાર્યોમાં અથવા નીચ મનોવિકારને તૃપ્ત કરવામાં પોતાની સત્તા વાપરવા માંડી ત્યારે તેઓ આ સાંકળોથી ટેવાઈ ગયેલા હતા: કબર બાદશાહની નીતિનાં તત્વો સમજવાની અશક્તિને લીધે એના વિજયોનો હેતુ એકત્ર કરવાનો હતો, એ વાતને સમજાતાં, કબર, તેની પહેલાંના અફઘાન અને પઠાણ પાદશાહોના જેવોજ હતો એમ ગણીને, કર્નલ ટોડ કબરની જીતો સંબંધે વાંધો ઉઠાવે છે. પણ કર્નલ ટોડને આટલું ઉમેરવાની જરૂર પડી છે કે આખરે એના રાજ્યલોભે કરેલા ઘા રૂઝાવવામાં એ સફળ થયો અને એની જાતિના કોઈને પણ ન મળેલા એવા પ્રમાણમાં લાખો લોકોની પ્રશંસા પામ્યો.’ આ સ્થળે મારે ઉમેરવાની જરૂર નથી કે જો રાજ્યનો મુખ્ય હેતુ લોકોને સુખી કરવાનો હોય અને તે સાધવામાં વિજયથી એકત્રતા કરવાની જરૂર હોય તો સાધન પણ સાધ્યના ગુણથી ગુણી થાય છે. કબરે રજપૂતાનામાં રાજ્ય કરવા સારૂ રજપૂતાના જીત્યું ન હતું. એની જીતનો હેતુ એ હતો કે બધા રજપૂત રાજાઓ પોતાના સામ્રાજ્યના પ્રતાપથી આખા રાજ્યને મળેલી શાન્તિ અને આબાદીનાં સુખનો, તે પ્રતાપનો તાપનો અનુભવ લેવાની જરૂર વિના, પોતપોતાના રાજ્યોમાં ઉપભોગ કરે.

રજપૂત રાજાઓમાં તે કાળમાં સર્વથી વધારે બળવાન જોધપુરના રાજા ઉદયસિંગની દીકરી કબરે લીમને અપાવી. આ શાહજાદીને એક કુંવર અવતર્યો, જે શાહજહાન નામ ધારણ કરી લીમ પછી બાદશાહ થયો. કર્નલ ટોડ લખે છે કે આવા સુખકર ફળવાળું આ લગ્ન કબરે જોધપુરના રાજાને ચાર પ્રાન્તો આપીને સાધ્યું, જેથી જોધપુરની ઉપજ બમણી થઈ. પછી તે