પૃષ્ઠ:Akbar.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
અકબરનાં ધોરણો અને સામ્રાજ્ય વ્યવસ્થા.


થયા છે. આ જુલમના સંબંધમાં ફૈઝી એના દરબારમાં દાખલ થયો ત્યાર પછી થોડી જ વારે તેની આંખ ઉઘડી હતી, અને જે લોકો પવિત્રતાનો બહુ ઢોંગ રાખતા હતા તેઓ જ આમાં મોટા અપરાધી છે એ જાણી એને ત્રાસ થયો. આ પછી તરતજ આ બધાને મર્મમાં ને મર્મમાં મક્કે મોકલાવી દીધા અને પછી આખા ખાતાની પૂરી તપાસ થઇ. ચાર વર્ગને રાજ્ય તરફથી મદદ આપવી સારી છે એમ નક્કી થયું હતું. પહેલું તો જે લોકો વિદ્યામાં અને સાહિત્યમાં ભક્તિવાળા હોઈ નિર્ધન હોય: આવા લોકોને પોતાના પેટની ચિંતા હેરાન ન કરે એવી ગોઠવણ કરવાનું ઠીક જણાયું હતું. બીજો “જન સંસર્ગ ત્યાગ કરી કામ ક્રોધાદિક મનોવિકારો સાથે યુદ્ધ કરતાં યમનિયમાદિકમાંજ મગ્ન રહેનાર વર્ગ. ત્રીજો નબળા અને ગરીબ લોકો જે મહેનત કરવા અશક્ત હોય તે વર્ગ. અને ચોથો ઊંચા કુળમાં જન્મેલા આબરૂવાળા લોકો જે દુનિયાની ગતિના અજ્ઞાનને લીધે વ્યાપારાદિકથી પોતાને નિર્વાહ કરવા અશક્ત હોય, તે વર્ગ.”

આ વર્ગોના અરજદારોની સ્થિતિની તપાસ કરવા એક પ્રામાણિક પુરુષને કબરે નીમ્યો હતો. એ ‘સદર’ એટલે મુખ્ય કહેવાતો અને કાજી તથા ન્યાયાધીશો કરતાં એને ઊંચે દરજ્જે મૂક્યો હતો. ફૈઝીની સૂચનાથી શરૂ કરેલી તપાસને પરિણામે એમ જણાયું કે આ ખાતું લાંચ રૂસ્વતનું ઘર છે ત્યારે એક સદરથી તે નાનામાં નાના કાઝી સુધી બધા અધિકારીઓને ભ્રષ્ટ કરી જુદા વર્ગમાંથી અધિકારીઓ નીમ્યા અને તેમનાં કામો નિયમ બંધ કરી દીધાં.

પણ રાજ્યની બજાવેલી મોટી નોકરીઓના બદલામાં ઇનામ આપનાર બાદશાહ તરીકે કબરે પોતાની નોકરીમાં વ્યસ્ત રહેલા અધિકારીઓને જમીનની મોટી મોટી બક્ષીસો આપી હતી. આ પ્રમાણે મનસબદારો એટલે મોટા સેનાપતિઓને પગારને બદલે નોકરી બદલ જમીનો આપી હતી. વળી એના પૂર્વના રાજાઓમાં સર્વથી વધારે બલવાન રાજા શેરશાહે અફધાન જાતના પોતાના હજુરીઓને જમીનની બક્ષીસો બહુ ઉડાઉપણાથી આપી હતી. આ લોકોને શા હકથી જમીન આપી હતી તેની તપાસ કબરે