પૃષ્ઠ:Akbar.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
અકબર


શરૂ કરી અને ઘણાઓ પાસેથી જમીન ખુંચી લઈ અકબરે પોતાના હજુરીઓને આપી.

આ પ્રમાણે વર્તવામાં એના પૂર્વના રાજાઓએ બેસાડેલા દાખલાનેજ એ અનુસર્યો. પણ તે દાખલા સિવાય એને બીજાં કારણ હતાં. એને માલુમ પડ્યું હતું કે ફરમાનમાં જણાવેલા જમીનના ખુંટ કવચિત્‌ જ મળતા આવતા. કેટલીકવાર એમ બનેલું કે ફરમાનની ભાષા એવી દ્વિઅર્થી હોય કે ઈનામદાર સદર અને કાઝીને લાંચ રૂસ્વત આપી જેટલી જમીન લેવાય એટલી લઈ શકે. તેથી યોગ્ય તપાસ કર્યા પછી જેટલી જમીન પાછળથી દબાવેલી માલૂમ પડી તેટલી જમીન લઈ લેવાનો રાજ્યના અને લોકોના લાભમાં તેમજ ઈન્સાફની ખાતર એને પૂરેપૂરો હક હતો. વળી તેને માલુમ પડ્યું હતું કે ઉલમા એટલે વિદ્વાન પંડિતો જેઓ ઇતિહાસપ્રસિદ્ધ સહુ વર્ગોમાં ન્યુ ટેસ્ટમેન્ટના ફેરીસીઝને સહુથી વધારે મળતા આવતા, અને જેઓને એ અંતઃકરણથી ધિઃક્કારતો, તેઓએ પોતાના બાલ્યના વખતમાં, અને ફૈઝીની સૂચનાથી તજવીજો શરૂ થઈ ત્યાર પહેલાં, છૂટથી ગજવાં ભર્યાં છે. આથી તેણે એમના હક્કોની સખત તપાસ કરી અને જ્યારે એમાં દૂષણ માલમ પડતાં અથવા તો અપ્રામાણિક વ્યવહાર થયો છે એમ માનવાનું એને કારણ જણાતું ત્યારે તે ઈનામની જમીન ખુંચવી લેતો અને તેમને બક્કર, સિન્ધ, અથવા બંગાળા, જ્યાંની આબોહવા તે વખતમાં બહુ ખરાબ ગણાતી ત્યાં દેશનીકાલ કરી મોકલી દેતો. આ સુધારાના સમયમાં વળી સદરોની સત્તા એણે ઘણી ઘટાડી નાંખી હતી અને તેમના હાથમાં સોંપેલી ઘણીખરી સત્તા પોતાને સ્વાધીન લીધી હતી.

કબરે કરેલા દેશના સીમાન્ત સંબંધની રીતના સુધારાના પરિણામ અને સાધારણ વલણ સંબંધે એક પ્રખ્યાત ગ્રંથકાર પોતાનું મત લખે છે કે– “જો કે તેથી વર્તમાન જમાનાના સુખમાં વૃદ્ધિ થઈ તોપણ ક્રમેક્રમે વિશેષ વૃદ્ધિ થાય તેવાં ધોરણો તેમાં ન હતાં: તેમજ ગ્રામ્ય પ્રજાને બીજા ધંધાઓમાં પોતાની પ્રવૃત્તિઓ પ્રસારવાથી અથવા પોતાના ધંધામાં જાતમહેનતથી ઉન્નતિ પામવાની આશા રહે એવું કાંઈ ન હતું.” કંઈક અવિશ્વાસની સાથે અને ઘણા માનથી આ અભિપ્રાયથી હું જુદો પડવાની હિંમત ધરૂં છું. કબરે