પૃષ્ઠ:Akbar.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
અકબર


શાહજાદાના વખતમાં આ બધું જોયેલું છે અને એ નામીચા મુસાફરોએ આ દેખાવની ભવ્યતા ઉમદા રંગોમાં ચિત્રેલી છે.

મોટી ધામધુમના દિવસેજ આવા દેખાવો જોવામાં આવતા; પણ સાધારણ રીતે તો કબર સાદો સરળ અને સહૃદય જણાતો હતો. તે હમેશાં સત્યને માટે યત્ન કરતો અને તે બધાના પુરાવા તરીકે એણે સિદ્ધ કરેલાં કાર્યો મોજુદ છે. આ કાર્ય, તે, ચાર સૈકાથી વધારે કાળ સુધી મુસલમાન વિજેતાઓએ છિન્નભિન્ન કરી નાંખેલા અને અંતે અસ્થિર અને ઐક્ય વિનાના થઈ રહેલા, હિંદના રાજ્યના એકીકરણરૂપ હતું. આ ચાર સૈકામાં અફઘાન બાદશાહો કુરાનના સિદ્ધાંતોને મતાંધ અને અસ્વાભાવિક અર્થો કરી હિંદુ પ્રજાને લૂંટવાના કામમાં વાપરતા. એના પહેલાંના બાદશાહોમાં સહુથી વધારે જ્ઞાનવાળો સુલતાન ફીરૂઝશાહ જેને એક અંગ્રેજ ગ્રંથકાર દયાવાન અને ઉદાર દીલના બાદશાહ તરીકે વર્ણવે છે તે પણ ઇસ્લામના ધર્મનો સ્વીકાર ન કરનારને હેરાન કરતો એમ કબુલ કરે છે. અંતઃકરણ પ્રમાણે આચરણ કરવાથી ગુજારવામાં આવતો જુલમ કબરના વખત પહેલાં પૂર્ણ જોસમાં હતો અને તે કબરે પોતેજ નાબુદ કર્યો હતો.

કબરનું મહાન સાધ્ય આખા હિંદને એક સર્વોપરિસત્તાના હાથ નીચે લાવવાનું હતું. ધર્મનું ઐક્ય અશક્ય છે એમ એને આરંભમાંજ લાગ્યું હતું, અને તેટલા માટે હિતાહિતનું ઐક્ય સાધ્ય ગણાયું હતું. આવું ઐક્ય સંપાદન કરવા સારૂ પહેલાં જયો મેળવવાની જરૂર હતી. બીજી જરૂર સહુની આંતરવૃત્તિને અને સર્વશક્તિમાન પરમાત્માની સેવા કરવાની સહુ રીતોને સરખું માન આપવાની હતી. આ યોજના અમલમાં મૂકવા તેણે મુસલમાન ધર્મક્રિયાઓનો પણ ફેરફાર સાથે જ સ્વીકાર કર્યો. ‘ખુદા એક છે અને મહમ્મદ એના પેગંબર છે’ એ મંત્ર જેને આધારે પહેલાં આટલા બધા જુલમો ગુજરાતા હતા, તેને બદલે અકબરે– ‘ખુદા એક છે અને કબર એનો આ લોકનો પ્રતિનિધિ છે.’ એ મંત્ર અખત્યાર કર્યો.

મૂર્તિપૂજક લોકોને ખુદાની એકતાનો ઉપદેશ કરવા પેગમ્બર સાહેબ અવતર્યા હતા એવી કબરની દલીલ થઈ. મહમ્મદ પેગંબર આવા લોકોને