પૃષ્ઠ:Akbar.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
અકબર


એ કાર્ય એને માટે અશક્ય હતું. પણ કબરે નાંખેલા પાયા એટલા તો ઊંડા હતા કે એનાથી આટલી બધી જૂદી પ્રકૃતિવાળા એનો શાહજાદો એના ધોરણે એકતન્ત્ર કરેલા સામ્રાજ્યને જાળવી શક્યો.

કબરે જે સિદ્ધ કર્યું તેનો વિચાર કરીએ, એણે કયા યુગમાં એ સિદ્ધ કર્યું હતું તે જ્યારે જોઈએ, એ સિદ્ધ કરવા સારૂ એણે જે રીતો દાખલ કરી હતી તે ઉપર નજર નાંખીએ, ત્યારે, એક જનસમૂહના દુઃખના દિવસોમાં લાખો લોકોના કલ્યાણને નિર્બાધ કરવાની શક્તિ ધરાવનારા, શાન્તિ અને ક્ષમતાના માર્ગમાં તે સમૂહને પુનઃ સ્થાપિત કરવાને માટે, પરમાત્મા વખતો વખત મોકલે છે તેવા એક પ્રતાપી પુરૂષ તરીકે, તેને માનવાની આપણને ફરજ પડે છે.