પૃષ્ઠ:Akbar.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
અકબર.


હુમલો કરીને લ્ખ જીત્યું હતું અને પછી ખોરાસાન ઉપર ચડાઈ કરી હીરાત પણ સર કર્યું હતું. ન્દહાર જે કેટલેક અંશે હીરાતના રાજાઓના તાબાનું હતું તે સુલતાન હુસેન મીરઝાંના વખતના ત્યાંના સુબા મીરઝલતન બેગના શાહજાદાઓ બથાવી પડ્યા હતા. અને તેમણે શાઈબાની વિરૂદ્ધ બાબરની મદદ માગી હતી. તેને માન આપી બાબર કંદહાર ઉપર ચડ્યો. ત્યાં જતાં પદભ્રષ્ટ કરેલા સુલતાન હુસેનના વંશના નાસતા અનુચરો તેને મળ્યા. પણ તે કંદહાર પહોંચે ત્યાર પહેલાં તો શાઈબાનીખાંએ ઝુલનુનના છોકરા ઉપર અત્યંત દબાણ કર્યાથી તેમણે તેની સર્વોપરિ સત્તા સ્વીકારી. તેમણે આ વાત બાબરને સ્પષ્ટતાથી સમજફેર ન થાય તેવી રીતે જણાવી અને બાબરે હથીયારના બળથી પોતાની દાદ મેળવવાનો ઠરાવ કર્યો.

એનું સૈન્ય સંખ્યાબંધ નહતું. પણ તેને પોતાના સૈન્યમાં અને પોતામાં ભરૂંસો હતો. કંદહારમાં થયેલા ફેરફારની પ્રથમ સૂચના મળી તે જગાએથી એટલે–કિલાન–ઈ–ધીલઝઈ–થી તરનક નદીના ઉતારની જગ્યા તરફ તે ચાલ્યો. ત્યાં અગાડી પોતાના વિચારોની ખાત્રી થઈ અને લડાઈનાજ ઢંગમાં–નદીને કિનારે કિનારે કન્દહારથી પાંચ છ માઈલ દૂર બાલાવલી સુધી આવીને કાલીશદની ટેકરીમાં પડાવ નાખી રહ્યો. અહીંયાં એણે વિશ્રામ લેવાનું ધાર્યું અને તેના લૂંટારાઓને ખોરાક વગેરે શોધી એકઠો કરવા સારૂ મોકલ્યા. પણ આ લોકોએ છાવણી છોડી કે તરતજ તેણે આશરે પાંચ હજાર માણસોનું શત્રુનું સૈન્ય શહેરમાંથી પોતાના તરફ આવતું દીઠું. તેની પાસે હથીયારબંધ ફક્ત એક હજારજ માણસો હતાં. કારણ કે બીજાં બધાં તો લૂંટમાં રોકાયેલાં હતાં. તે સમજી ગતો કે વખત ફાંફાં મારવાનો નથી. પોતાના માણસોને બચાવ કરવા ઉભાં રહ્યાં હોય તેમ ગોઠવીને તે શત્રુના દળની રાહ જોતો બેઠો. પછી ઝુલનુના શાહજાદાઓએ બડી બહાદુરીથી મોખરે આવીને ધસારો કર્યો તે બાબરે પાછો વાળ્યો એટલું જ નહિ, પણ શત્રુઓને નાસવું પડયું–અને શહેરમાં પહોંચતાં પહેલાં તો તેમને તેણે કાપી નાંખ્યા જેથી–તમામ ખજાના સહિત આખું શહેર એને તાબે થયું. આ શહેરની અંદરથી તેને જે જે મળ્યું તે બહુ અમૂલ્ય હતું પણ કંદહારમાં ન રહેતાં–બાબરે