આશા ન લાગી ત્યારે તે સને ૧૫૧૪ ની શરૂઆતમાં કાબુલ પાછો ફર્યો.
વળી પાછો ટુંકામાં પતવવા જેવો આઠ વરસનો એક ગાળો આવ્યો. આ અરસામાં પર્વતમાં રહેનારા અફઘાનોને તેણે હંફાવ્યા. સ્વાત લીધું અને એક તહ્નામાની રૂઇએ કંદહાર પાછું મેળવ્યું. (સને ૧૫૨૨.) એ શહેર અને એના તાબાનો તમામ પ્રદેશ તેણે પોતાના રાજ્યમાં ભેળવી દીધો. આની અંદર હેલમંદ નદીની નીચાણની ઘણીખરી જમીનનો સમાવેશ થઈ જતો હતો.
તે દરમિયાન ઝુલનુનનો જ્યેષ્ઠ શાહજાદો શાહબેગ જેણે પ્રથમ કંદહાર ઉપર રાજ્ય કર્યું હતું, તેણે ચઢાઈ કરીને સિંધ જીતી લીધું હતું અને બક્કરને પોતાની રાજ્યગાદી બનાવી હતી. તે સને ૧૫ર૪ માં મરણ પામ્યો. નરસાપુરના સુબા શાહ હાસામ તૈમુરના કુટુંબના એક ભકિતમાન્ સહચારી ઉમરાવે આ ખબર સાંભળ્યા કે તરતજ બાબરને તે દેશના બાદશાહ તરીકે ઉચ્ચાર્યો અને આખા સિંધમાં ખતબા રાજાને માટે નવાઝ બાબરના નામની પઢાવી. અલબત આમાં ઘણો ભાગ સામો થયો. પણ શાહહાસાને આખો પ્રાંત વશ કર્યો અને બાબરને સર્વોપરિ માનીને રાજ્ય ચલાવ્યું. આખરે સને ૧૫ર૫ માં તેને મુલતાન બોલાવ્યો. આ કિલ્લા ઉપર હલ્લો કર્યો અને એક લાંબા ઘેરા પછી તેણે તેને વશ કર્યું. (સપ્ટેમ્બર ૧૫૨૬.)
આ અરસામાં હિંદુસ્તાનમાં મોટા બનાવો બનતા હતા. એજ વર્ષના એપ્રિલની ૨૯ મી તારીખે પાણીપતની લડાઈએ બાબરના હાથમાં હિંદુસ્તાન સોંપ્યું. હવે બાબરની હિંદ ઉપરની ચઢાઈનું વર્ણન કરવા માંડ્યા અગાઉ હિંદુસ્તાનના તે વખતમાં વર્તમાન રાજાઓની સ્થિતિ પણ ટુંકામાં બતાવવાની જરૂર છે.