અયોધ્યા અને જુઆનપુર સર કરવા સારૂ પશ્ચિમ તરફ જવું. અને બાબરે પંડે સામાન્ય અને સમસ્ત દેખરેખ રાખવા સારૂ આગ્રેજ રહેવું. રાણા સંગના સંબંધમાં એવો ઠરાવ કર્યો કે જ્યારે પાસેના શત્રુઓ બરાબર વશ થઈ રહે ત્યારે તેની સાથે લડાઈ કરવી.
હુમાયૂંની સવારી પૂર્ણ ફતેહમંદ ઉતરી. બિહારની સરહદ સુધીનો તમામ મુલક એણે જીતી લીધો. સને ૧૫૨૭ મેની ૨૬ મી તારીખે એ પાછા આવ્યા તે પછી બાબરે બીઆના અને ધોળપુર સર કર્યાં, ગ્વાલીઅરનો કિલ્લો યુક્તિથી લીધો અને મુલતાન તાબે થયાના સમાચાર સાંભળ્યા. પછી સિંધુ નદીથી તે પશ્ચિમ બિહારની સીમા અને કાલ્પી તથા ગ્વાલીયરથી હિમાલય સૂધીના મુલકનો કબજો દૃઢ કરીને તેણે ચીતોડના પ્રખ્યાત રાણા રાણાસંગ તરફ પોતાનું લક્ષ ફેરવ્યું. તારીખ અગીઆરમી ફેબ્રુઆરીને દિવસે તે રાણાસંગના લશ્કર સાથે ભેટ કરવા સારૂ આગ્રેથી ચઢ્યો. રાણો લોદીવંશના મુસલમાન મદદગારોની સાથે આગળ વધીને બીયાસનાથી આશરે બાર માઇલ ઉપર અને ત્યાં થઈને જતાં આગ્રાથી આશરે બાસઠ માઈલ ઉપર આવેલા બીલાવર અગાડી પડ્યો હતો. બાબર સીકરી આજના ફતેહપુર સૂધી વધ્યો અને ત્યાં મુકામ કર્યો. થોડીક ઝપાઝપીમાં તો રજપૂતો દરેક રીતે ફાવ્યા અને બાબરના સીપાહોમાં બહુ નાઉમેદી પેદા થઈ અને બાબર પણ આ વખતે પોતાની છાવણીને જેમ બને તેમ નિર્ભય કરીને અને મેવાત લૂંટવાને એક ટુકડી મોકલીને બેસી રહ્યો.
છાવણીમાં પૂરાઈ રહેલા, ચાલુ મામલાના વલણથી નાઉમેદ થયેલા અને બેસી રહેવાની જરૂર પડ્યાથી બેચેન થયેલા બાબરે પોતાની જીંદગીની બીનાઓ તપાસી. તેમાં તેણે યોગ્ય દીનતા અને પશ્ચાત્તાપની સાથે સ્વીકાર્યું કે કોઈ દિવસ દારૂ નહિ પીવો, એવી એક કુરાનની સંખ્તમાં સખ્ત આજ્ઞાનો મેં પૂરેપૂરો ભંગ કર્યો છે. તે તેણે તરતજ સુધારવાનો ઠરાવ કર્યો. પછી તેણે પોતાના સુવર્ણના દારૂના પ્યાલાઓ તથા રૂપાનાં જામો મંગાવ્યા અને પોતાની સમક્ષ તેના ચૂરેચૂરા કરાવી નાંખી કીમતી ધાતુ વેચવાથી જે મૂલ્ય ઉપજ્યું તે તમામ ગરીબ લોકોમાં વ્હેંચી દીધું, છાવણીમાં હતો