પૃષ્ઠ:Akbar.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
હિંદુસ્તાનમાં બાબરની સ્થિતિ.


નાંખ્યો. ત્યાંથી આગળ વધતાં છેક આરાહ આગળ પહોંચ્યો. ત્યાં સુધી તેણે શત્રુઓને પોતાની આગળ નસાડ્યા. પછી તેણે બિહારની પાદશાહી ગ્રહણ કરી. અને ત્યાં તેને ખબર મળી કે થોડાક સૈનિકોની સાથે હમદ લોદીએ બંગાળાના રાજાનો આશ્રય લીધો છે.

બંગાલાનો રાજા સરતખાં મહમદ લોદીની એક ભત્રીજીને પરણ્યો હતો. તેણે બાબર સાથે એવો સંકેત કર્યો હતો, કે કોઈએ એકમેકની સરહદ ઉપર ચઢાઈ કરવી નહિ, પણ આને ન ગણગારતાં તેણે સારન અથવા ચપરાનો મુલક સર કર્યો. અને પોતાના લશ્કરની સાથે ગંગા અને ઘોઘરા નદીના સંગમ ઉપર બચાવ કરવામાં ઘણી ઉપયોગમાં આવે એવી એક જગા ઉપર પડાવ નાંખ્યો. આ જગા છોડીને ચાલ્યા જવાની બંગાળાના લશ્કરને ફરજ પાડવાનો બાબરે ઠરાવ કર્યો. તેને તરતજ લાગ્યું કે આ કાર્ય સિદ્ધ કરવાનો માત્ર એકજ રસ્તો છે અને તે જોર. એટલે તેણે પોતાના લશ્કરને છ ભાગમાં ગોઠવીને એવો હુકમ કર્યો કે ચાર ટુકડીઓએ શાહજાદા શ્કરીની સરદારી નીચે ગંગાના ડાબા કીનારા ઉપર ચાલી ઘોઘરા નદીને ઓળંગવી અને પછી શત્રુના લશ્કર ઉપર ચઢી જઈ તેમને છાવણી છોડવવાની કોશીશ કરી ધોઘરાના સામે વેણે એમની પાછળ પડવું. અને બાકીની બે ટુકડીઓએ પોતાની ખાસ સરદારી નીચે ગંગા નદી ઓળંગીને ઘોઘરાને પેલે પાર જવું અને શત્રુ ઉપર હલ્લો કરી તેમને પાયામાંથીજ કાપી નાંખવો. તા. ૬ ઠ્ઠી મેને દિવસે આ બધો સંજોગ મળ્યો અને તેમાં પૂર્ણ ફતેહ મળી. બંગાળાનું સૈન્ય સખ્ત હાર ખાઈ ગયું. અને દરેક રીતે સંપૂર્ણ વિજય થયો. પછી બંગાળા સાથે સલાહ થઈ. તેની સરતો એવી હતી કે હાલ પશ્ચિમ બિહારને નામે ઓળખાતો ઇલાકો બાબરને આપી દેવો. બેમાંથી કોઈ પણ બાદશાહે બીજાના શત્રુને મદદ કરવી નહિ અને કોઇએ બીજાની સરહદમાં હરકત નાંખવી નહિ.

અહીંયા સુધી–જે તેજસ્વી પુરૂષનાં પરાક્રમો મેં ટુંકામાં ઉપર નોંધ્યાં છે તેના આત્મચરિત્ર ઉપરજ આધાર રાખવામાં આવ્યો છે. હવે થોડુંજ લખવાનું બાકી રહ્યું છે. બિહારમાં એની ફતેહમંદ સવારીમાંથી એ પાછો