પૃષ્ઠ:Akbar.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
અકબર.


આવ્યો ત્યાર બાદ થોડી મુદતે તેની તબીયત લથડવા માંડી. આ વાત છાની રહી શકી નહિ. અને તમામ હકીકત આ વેળાએ બદકશાનના સુબા તેમના મોટા શાહજાદા હુમાયૂંને પહોંચી. તેણે તેના નાના ભાઈ હીન્ડલને પોતાનો તમામ રાજ્યકારભાર સોંપ્યો અને પોતે ઉતાવળે ગ્રે આવ્યો. સને ૧૫૩૦ ની શરૂઆતમાં તે આગ્રે પહોંચ્યો ત્યારે તેને પ્રેમપૂર્વક આવકાર મળ્યો અને પોતાના રમતીયાળ ખુશમીજાજથી અને આનંદી વર્તનથી તેણે ઘણા દોસ્તદારો કર્યા. એ અહિંયા છ માસ રહ્યો એટલામાં તેનેજ ભયંકર મંદવાડ આવ્યો. મંદવાડ જ્યારે આખર થયો અને આ જુવાન શાહજાદાની આશા છોડવામાં આવી ત્યારે એક એવો બનાવ બન્યો કે જે બાબરની સ્વાર્થ વિમુખતા અને પ્રીતિમયતાનો અચૂક પુરાવો આપે છે. તેની તવારીખના પુરવણીના પ્રકરણમાં આ બનાવનું નીચે મુજબ વર્ણન આપ્યું છે.

“જ્યારે દવા તરફની આશા છુટી અને જ્યારે ઘણા બુદ્ધિશાળી “સખસો બાદશાહને શાહજાદાની ભયભરેલી સ્થિતિની વાત કરતા હતા, “ત્યારે અબુલઆાકા નામના જ્ઞાન અને શુદ્ધતાને માટે સારી પેઠે માન “પામેલા એક સખસે બાદશાહને કહ્યું કે “આવી બાબતમાં સર્વ શક્તિમાન “પ્રભુ પોતાના કોઈ મિત્રની જીંદગીના બદલામાં કોઈ માણસ પોતાને અત્યંત “પ્રિય એવા પોતાની વસ્તુનો ભોગ આપે તો તે તેના બદલામાં સ્વીકારવાની “કોઈ કોઈ વાર કૃપા કરે છે.” બાબર તેજ વખતે બોલી ઉઠ્યો “જેવો હુમાયૂંનો જીવ મને પ્રિય છે તેવો જ મારો જીવ એને પ્રિયતમ છે.“ “મારો જીવ હું આનંદની સાથે હુમાયૂંના જીવના બદલામાં અર્પણ કરૂં “છું.” અને તેણે તે સ્વીકારવાની કૃપા કરવાની પરમેશ્વરને પ્રાર્થના કરી. “તેના સ્નેહી મંડળે તેને ઘણો સમજાવ્યો પણ તે પોતાના ઠરાવને “આગ્રહથી વળગી રહ્યો, મરણ પથારીએ સુતેલા શાહજાદાની ત્રણ- “વાર પ્રદક્ષિણા કરી, આ વિધિ મુસલમાનો ભોગ આપતી વખતે કરે છે “અને પછી એકલો એકલો અંતઃકરણથી પ્રાર્થના કરવા લાગ્યો. થોડા “વખત પછી “હું લઈ જાઉં છું, હું લઈ ગયો છું ” એમ બોલતો તે “સંભળાયો. મુસલમાન ઇતિહાસકારો લખે છે કે આજ–લગભગ આજ