પૃષ્ઠ:Akbar.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
અકબર


અને શાહજાદાના જન્મના માન ખાતર બાદશાહ તરફની ભેટ તરીકે–કસ્તુરી વહેંચી. જોઉહર લખે છે કે આ બીનાએ પોતાનો સુવાસ આખા જગત્‌માં ફેલાવ્યો.

શાહજાદાના જન્મથી તરત તો તેના પિતાને કાંઈ શુભ ન થયું. સને ૧૫૪૩ ના જુલાઈમાં હુમાયૂને સિંધ છોડવાની જરૂર પડી અને પોતાની બેગમ તથા શાહજાદાને લઇને થોડાક અનુચરોની સાથે કન્દહાર જવાને નીકળ્યો. તે જ્યારે શાલ આગળ આવ્યો ત્યારે તેને એવા સમાચાર મળ્યા કે તેનો ભાઈ શ્કરી એક મોટું સૈન્ય લઈને બહુ નજીક આવ્યો છે અને નાસવાની જરૂર છે. તે પંડે અને તેની બેગમ તો તૈયારજ હતી. પણ એક વર્ષની ઉમ્મરનું નાનું બચ્ચું તે વખત ચાલતી તોફાની હવામાં ઘોડા ઉપર દડમજલ સવારી કરવાને કેવલ નાલાયક–તેનું શું કરવું તેના વિચારમાં પડ્યો. મારો ભાઈ–આ બાળકનો કાકો એક બચ્ચા સ્હામે લડાઈ નહિ કરે એવી પાકી ગણતરી કરીને તે એવા ઠરાવ ઉપર આવ્યો કે, તમામ સરસામાન તથા સાથેની બધી સ્ત્રીઓની સાથે એ બાળક ત્યાંજ રાખવું. તેમ કરીને તે દડમજલ સવારી કરતાં ઇરાનની સરહદ ઉપર સહીસલામત પહોંચ્યો. તેઓ ઉપડ્યાં કે તરતજ શ્કરી મીરઝાં આવી પહોંચ્યોં. પોતાનો ભાઈ નાશી છૂટ્યાથી ઉત્પન્ન થયેલી નાઉમેદીને થોડા મધુર શબ્દોથી છુપાવી અને તે બાળક શાહજાદા તરફ પ્રેમથી વર્ત્યો. તે કન્દહારનો સુબો હતો, ત્યાં તેણે તેને પહોંચડાવ્યો, અને પોતાની જ બેગમના ખાસ હવાલામાં–જે સ્ત્રીઓ–એ શાહજાદાની આયાઓ ઉછેરનારીઓ હતી તેમને કાયમ કરીને સોંપ્યો.

બાળક શાહજાદો આ પૂરી સંભાળવાળા હવાલામાં સને ૧૫૪૪ નું આખું વરસ રહ્યો. પણ નવું વરસ બેઠું કે તરતજ તેની અવસ્થામાં ફેર પડ્યો. શાહ તામ્હાસ્પે પુરા પાડેલા લશ્કરની મદદે તેનો પિતા પશ્ચિમ અફગાનીસ્તાન ઉપર ચઢી આવ્યો અને રણની સોંસરા નીકળી સીધો કન્દહાર ઉપર આવતો હતો. આ પગલાથી ચમકીને હુમાયૂં રખેને પોતાના બાળકને પાછો લઈ લે, એવા ભયથી કામરાને તે બાળકને કાબુલ ફેરવી દેવાનો તાકીદે હુકમ આપ્યો. જ્યારે કામરાનના આ વિષયનો સંદેશો લઈને તેના વિશ્વાસુ અમલદારો કન્દહાર પહોંચ્યા ત્યારે શ્કરી મીરઝાંએ આ માંગણી સ્વીકારવી કે