લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akbar.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
અકબર


પણ તે દરમિયાન કુચકીલાનને રજા આપવામાં આવી. અને શાહજાદાના પહેલાંના ઉછેરનાર નામે તકાખાંને તેના અધિકાર ઉપર પાછો નીમ્યો.

થોડો વખત તો આ બાળક દમામમાં અને વૈભવમાં ગરકાવ થયો. પણ શીયાળો બેસતા પહેલાં હુમાયૂંએ બદખ્‌શાન પાછું મેળવ્યું હતું. અને આ વર્ષની ઠંડી મોશમ એણે એ ઇલાકામાં આવેલા કીલાઝફર આગળ ગાળવાનો ઠરાવ કર્યો. પણ ત્યાં જતાં રસ્તામાં એને એવો ભયંકર મંદવાડ આવી પડ્યો કે એના જીવની આશા મૂકાઈ. બે મહિના સૂધી કેવળ પથારીવશ રહ્યા પછી તે સાજો થયો પણ દરમિયાન એનો અંત હવે નક્કી નજીક છે એમ સમજી એના ઘણાખરા અમીરો તેના ભાઈઓના પક્ષમાં ગયા. પોતાના સસરાએ પૂરી પાડેલી સેનાની મદદ લઈને કામરાને કાબુલ મેળવ્યું તથા કાબુલમાં રહેલા હુમાયૂંના શાહજાદા કબરનો કબજો કર્યો. આ વિજેતાના પહેલા કાર્યમાંનું એક એ હતું કે શાહજાદાના અંગ ઉપરથી તકાખાંને ખશેડ્યો અને એને ઠેકાણે પોતાનો એક માણસ નીમ્યો.

પણ હુમાયૂં જરા સતેજ થયો કે તરતજ તેણે રાજધાની મેળવવા સારૂ સવારી કરી. કામરાનની સર્વોત્તમ સેનાની એક ટુકડીને પરામાં હરાવીને એણે કોહ્–અબેઈન જ્યાંથી આખુ શહેર ખુલ્લું દેખાય છે, ત્યાં પડાવ નાંખ્યો, અને શહેર ઉપર તોપોના બહાર ચલાવવા માંડ્યા. થોડા દિવસ પછી તો આ અગ્નિ એટલો બધો સખ્ત અને એટલો તો નુકસાનકારક થયો કે કામરાને એ બંધ કરવાના ઇરાદાથી પોતાના ભાઇને એવું કહેણ મોકલાવ્યું કે જો તોપો બંધ નહિ કરો અગ્નિ ઘણોજ તીવ્ર હશે એવી એક જગામાં કિલ્લા ઉપર કબરને ઉભો રાખીશ. હુમાયૂંએ તોપો છોડવી બંધ કરવાનો હુકમ આપ્યો. તો પણ ઘેરો તો એણે કાયમજ રાખ્યો અને તા. ૨૮ મી એપ્રિલે વિજય કરી નગરમાં પેઠો.

કામરાન પહેલી રાતેજ બદક્ષાન નાશી ગયો હતો. હુમાયૂં પણ તેની પાછળ ત્યાં ગયો. પણ પછીના શીયાળામાં એના કેટલાક જબરા જબરા અમીરો એના સ્હામા થયા અને એને છોડી કામરાનના પક્ષમાં ભરાયા. હુમાયૂંએ કેટલીક અવળી સવળી સવારી કરીને સને ૧૫૪૮ ના ઉનાળામાં