પૃષ્ઠ:Akbar.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
હુમાયૂં–અકબરનું બાલ્ય


પોતાના ઉત્તરના મુલકનો બંદોબસ્ત કરવાનો એક પાકો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. જુન મહિનામાં એ ઠરાવને અનુસારે એ કબર અને કબરની જનેતાને લઈને કાબુલથી ચાલ્યો. ગુલબન અગાડી પહોંચ્યા બાદ તેણે કબર અને તેની માને કાબુલ પાછાં મોકલ્યાં અને પોતે તાલીકાન ઉપર ચઢી ગયો, અને કામરાનને શરણ આવવાની ગરજ પાડી. પોતાના ઉત્તર ભણીના મુલકનો બંદોબસ્ત કરીને એ બાદશાહ–આ વખતે એ ઈલ્કાબ તેણે ધારણ કર્યો હતો–કાબુલ પાછો ફર્યો.

પશ્ચિમ કુન્દુઝના મુલકમાં આવેલા બલ્ક ઉપર અજમાશ કરવા માટે ફરી તેણે ૧૫૪૯ ની ઉતરતી વસંતમાં કાબુલ છોડ્યું, અને ૧૫૫૦નો શીયાળો ગાળવા વળી પાછો કાબુલ આવ્યો. હવે એક બહુજ વિચિત્ર બનાવ બન્યો. બલ્ખ ઉપર સવારી લઈ જવામાં કામરાન હુમાયૂં ભેગો ન ભળ્યો તેથીજ તેને પાછા ફરવું પડ્યું હતું. ત્યારબાદ કામરાન ઉઘાડી રીતે એની સામે થયો. ઑક્સસ ઉપર એક નિષ્ફળ સવારી કરીને હુમાયૂં તરફ પોતાનું તેણે શરણ પત્ર મોકલી દીધું હતું. પછી હુમાયૂં આઠ વરસની ઉમરના કબરને કાબુલનું રાજ્ય સોંપીને અને હમદ કાસીમખાં બીલોલને એનો સંભાળનાર તરીકે નીમીને રાજધાનીના નગરથી પોતાના ભાઇને કેદ કરવા સારૂ ઉપડ્યો. આ વખતે એની હીલચાલ એટલી તો બેદરકારી ભરેલી હતી કે પ્રથમથી રચી રાખેલી યુક્તિ પ્રમાણે કામરાને કિપચકના ગિરિસંકટને ઉપલાણે છેડે તેના ઉપર છાપો માર્યો અને હુમાયૂંને નસાડ્યો. નાસતાં નાસતાં હુમાયૂંને સખત ઘા વાગ્યા તોપણ તે સીર્તનપાસની ટોચ સુધી સહીસલામત પહોંચી શક્યો. ત્યાં આગળ તેને પ્રથમ કરતાં નિર્ભયતા વધારે હતી. દરમિયાન કામરાન કાબુલ ઉપર ચઢી તે શહેર કબજે કર્યું અને કબર ત્રીજીવાર કેદી થઈને એના હાથમાં પડ્યો. આ સંકટને હુમાયૂં દીનપણે વશ થયો નહિ. પણ એના મિત્રોને એકઠા કરીને તે ફરીથી આ પર્વતોની પેલી પાર ગયો અને કાબુલપર સવારી કરી. સુતરઝાદિન આગળ આવ્યો ત્યારે કામરાનનું લશ્કર તેની સાથે લડવાની તૈયારીમાં ઊભું રાખેલું તેણે દીઠું. સલાહ કરવા સારૂ નિષ્ફળ સંવ્યવહાર થોડા દિવસ સુધી ચલાવ્યા પછી હુમાયૂંએ હલ્લો કરવાનો હુકમ