આપ્યો. આના પરિણામમાં હુમાયૂંનો પૂર્ણ વિજય થયો અને કામરાન નાઠો. ક્ષણવાર તો હુમાયૂં ને એમ ભય રહ્યો કે કામરાન નાસતાં પોતાના અકબરને સાથે લઈ ગયો હશે. પણ શહેરમાં દાખલ થતા પહેલાં અક્તાખાન જેની સંભાળમાં અકબરને સોંપવામાં આવ્યો હતો, તેની સાથે તે છાવણીમાં આવી પહોંચવાથી તે ચિંતામુક્ત થયો. બીજે દિવસે એ શહેરમાં દાખલ થયો.
આ વખતનો હુમાયૂંનો જય પાકો અને ચિરસ્થાયી નીવડ્યો. ત્યાર પછી ઈનામો વહેંચાયાં અને તેમાં હુમાયૂં અકબરને ભૂલ્યો નહિ. અકબર ઉપર ચિર્ખ નામનો જીલ્લો–જાગીર તરીકે એનાયત કર્યો અને સીસ્તાનના હાજી મહમદખાંનને એનો કારભારી ઠરાવ્યો અને અકબરની કેળવણીની સંભાળ રાખવાનું પણ એનેજ સોંપ્યું. પછીના વરસમાં હુમાયૂંને હેરાન કરનારાં કારણો એક પછી એક લોપ થવા માંડ્યાં. અલબત એકવાર વળી કામરાને હથીયારબંધ દેખા દીધી હતી પણ તેમાં તેને એવા બળથી પાછો હઠાવવામાં આવ્યો કે એને શરણે આવવાની જરૂર પડી. (૧૫૫૩ નો ઑગસ્ટ) પછી એને દેશનીકાલ કરી મક્કે મોકલવામાં આવ્યો, અને ત્યાં તે ચાર વરસ પછી મરણ પામ્યો. બીજો ભાઈ અશ્કરી મીરઝાં જેની પ્રકૃતિમાંજ બેવફાઈનું સંમિશ્રણ હતું એમ લાગે છે તેને સને ૧૫૫૧ માં મક્કે દેશનીકાલ કરવામાં આવ્યો હતો. તે હજી જીવતો હતો, પણ હવે કાંઈ ઇજા કરે એમ નહતું. આ પ્રમાણે એના ભાઈથી મુક્ત થયા પછી હુમાયૂંએ કાશ્મીર મેળવવાનો વિચાર કર્યો. પણ તેના અમીરો અને અનુસરો આવી સવારીની એટલા બધા વિરુદ્ધમાં હતા કે કમરજીએ પણ તેને છોડી દેવાની જરૂર પડી. સિંધુ નદી ઓળંગીને પોતે કંઈક ઠંડો પડ્યો. સિંધુ અને જેલમની વચ્ચેના પ્રદેશમાં પડાવ નાંખીને પડ્યો હતો. તે દરમિયાન તેણે પેશાવરના કિલ્લા ઉપર મોટા પાયા ઉપર ફરીથી બાંધવા જેવાં સમારકામ કરવાનો હુકમ આપ્યો. આ વખતે પણ તે હિંદુસ્તાનની ચઢાઈના વિચારમાંજ હતો. અને ત્યાં અગાડી પોતાનું લશ્કર એ એકત્ર કરી શકે એવા ગિરિમાર્ગોની પેલી બાજુએ એક આશ્રય આપે એવા સ્થળનો કબજો કરવા ખાસ ઇંતેજાર