પૃષ્ઠ:Akbar.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
અકબર

તરીકે પોતાના નામનો ઢંઢેરો પીટાવ્યો. તે અજ્ઞાન, કૂર, ધડા વગરનો અને હડહડતો વ્યભિચારી હતો. પણ સારે ભાગ્યે હેમુ નામના એક હિંદુનો પોતાની ગાદી સાથે સંબંધ કરાવ્યો હતો. આ હેમુ મૂળ તે મેવાતમાં આવેલા રેવારી નામના એક શહેરનો દુકાનદાર હતો. પણ એણે એવી ઉત્તમ શક્તિ બતાવી હતી કે આખરે રાજ્યની તમામ સત્તા તેના હાથમાં ઠરવા દેવામાં આવી. તોપણ હેમુની શક્તિ શેરશાહે પોતાના શાહજાદાને વારસામાં આપેલા મુલકના વિભાગ થતા અટકાવી શકી નહિ. બ્રાહીમખાંએ બીયાનામાં બળવો કર્યો. અને આગ્રા તથા દિલ્હીનો કબજે કરીને પોતાને સુલતાન કહેવરાવ્યો. સતલજના વાયવ્ય પ્રદેશના સુબા હમદખાને પંજાબ ઝડપ્યું અને સિકંદરશાહ એવું નામ ધારણ કરી ત્યાંનો રાજા થઈ બેઠો. શુજાખાંને માળવાના રાજ્યનો કબજો કર્યો. બે હરીફ હકદારો પૂર્વ દેશોને માટે લડતાજ હતા. લડાઈ થઈ તેમાં તત્ક્ષણ તો સિકંદરશાહ ફાવ્યો. આગ્રાથી વીસ માઈલ દૂર ફરા અગાડી તેણે બ્રાહીમખાંને હરાવ્યો. અને પછી દિલ્હી ઉપર સવારી કરી તે શહેર લીધું. જુઆનપુર અને બિહાર પાછાં મેળવવાને એક સવારી લઈ જવાની તે તૈયારી કરતો હતો, તેવામાં કાબુલથી આવતા ભયના તેને સમાચાર મળ્યા.

હવે પછીના બનાવો પરિણામ માત્રમાંજ અગત્યના છે. હુમાયૂં કાબુલથી સિંધુ નદી તરફ આવવાને સને ૧૫૫૪ના નવેમ્બરમાં ઉપડ્યો. ઉપડતી વખતે તે એક નાના લશ્કરનો સરદાર હતો. પણ જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ તેનું બળ વધતું ગયું. કબર તેની સાથે હતો. ૧૫૫૫ ના જાન્યુઆરીની બીજી તારીખે સિંધુ નદી ઓળંગીને હુમાયૂંએ રાવળપિંડીનો રસ્તો લીધો. ત્યાંથી પછી રાવીને પેલે કિનારે ક્લોનાર ઉપર ધસ્યો. ત્યાં તેણે પોતાના લશ્કરના વિભાગો કરી નાંખ્યા. પોતાના સર્વોત્તમ સરદાર બેરામખાંને જાલંધરમાં મોકલી પોતે લાહોર તરફ ઉપડ્યો અને ત્યાં પહોંચી પોતાની ખાસ મહેરબાનીના બદુલ માલીને દીપલપુરનો કબજો કરવાને મોકલ્યો. દીપલપુર આ વખતે રાજધાની અને મુલતાન વચ્ચેના તમામ મુલક ઉપર અમલ કરતું એક અગત્યનું મથક હતું.