પૃષ્ઠ:Akbar.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અકબર


તે રસ્તા વિના બીજા કોઈ પણ વ્યવસ્થાતંત્ર વિષયે તેને વિચાર કરવાનો વખત મળ્યો નહતો. અને હિંદુસ્તાનમાં એક રાજ્ય ઉભું કરવું કે મધ્ય એશિયામાં એક રાજ્ય ઉભું કરવું એ બાબરની નીતિનું પ્રધાન ધોરણ હતું કે નહિ તેજ હજી એક પ્રશ્ન છે.

આ (ઉપર બતાવેલા) રાજ્યતંત્રમાં દેશના વતનીઓના કલ્યાણનો સમાવેશ નહતો. જો બાબર જીવ્યો હોત અને જીવીને તેના મોટા સામર્થ્યનો ઉપયોગ તેનાથી થઈ શક્યો હોત તો તેના પૌત્ર કબરની પેઠે, તેને પણ, પરિણામ જોતાં આ રસ્તાનું પોલાપણું સૂઝત. આમાં ઘાટ સંબંધની એટલે રાજા પ્રજાના હિતાહિતને એક કરવારૂપી મુખ્ય ધોરણની ખામી છે; આનાથી પ્રેમ બંધન નિઃશંક થતું નથી; પૂર્વે બાંધેલા સારા ખોટા અભિપ્રાયોનું સમાધાન થતું નથી, અને ઉંડા મૂળ નાંખ્યા વિના આ તંત્ર ભાવિના તોફાનને વશ થઇનેજ રહે છે. આપણે બાબરને તેના આત્મલેખથી ઓળખીયે છીએ. આમાં તે પોતાના અંતઃકરણના રહસ્યો ખુલ્લાં કરે છે, પોતાના દોષો કબુલ કરે છે, પોતાના રાજ્યાદિના લોભ વિસ્તારથી દર્શાવે છે, અને તે ઉપરથી આપણે ધારી શકીયે કે જો તેને તક મળી હત તો તેને પણ આ બધું સૂઝત; પણ તેને તક મળવાનું લખેલું જ નહિ. પાણીપતની પહેલી લડાઈ કે જેથી તેને હિંદુસ્તાનના વાયવ્ય પ્રાંતો મળ્યા ત્યારથી તે તેના મરણ સુધીનો વખત એટલો ટુંકો હતો કે તેણે જે જીત મેળવી હતી તેને નિર્ભય કરવાના અને તેમાં બીજા વધારાના પ્રદેશો ઉમેરવાના વિચાર સિવાય બીજો કોઈ વિચાર કરવાનું તેનાથી બની શક્યું નહિ. હિંદુસ્તાનમાં તેણે વિજયાસક્ત વીર તરિકે પ્રવેશ કર્યો. અને આગ્રામાં તેણે પાંચ વર્ષ સુધી રાજ્ય કર્યું તે દરમિયાન કાંઈ પણ વિશેષ વિજયાસક્ત જ રહ્યો.

બાબરને જે કામ વિસારે નાંખવાની જરૂર પડી હતી તે કામ કરવાને તેનો શાહજાદો હુમાયુ પ્રકૃતિથીજ નાલાયક હતો. તેનો સ્વભાવ ચઢાઉ અને અસ્થિર હતો. એની બુદ્ધિમાં યોજનાશક્તિનો અભાવ હતો; જેથી આ ફરજ અદા કરવાને નાલાયક હતો. તેણે ટકી શકે એવી રીતના રાજ્યના પાયામાં એક પણ પત્થર મુક્યા વિના આઠ વર્ષ સુધી રાજ્ય કર્યું. અને આ મુદતને