પૃષ્ઠ:Akbar.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧
પિતાની ગાદી માટે અકબરનો વિગ્રહ.

 હેમુએ પોતાના લશ્કરના ત્રણ વિભાગ પાડ્યા હતા. મોખરે મોભાદાર અમલદારને લઈ પાંચસેં હાથીઓ પોતાના માનીતા હાથી ઉપર સવાર થયેલ હેમુની પોતાની સરદારી નીચે ચાલતા હતા. પહેલો આગળ આવતા મોગલોની ડાબી ટુકડી ઉપર તે ધસ્યો અને તેને વિખેરી નાંખી; પણ તેના મદદગારો આ હુમલાને પાયદળની મદદ આપી ન શક્યા, તેથી તે પાછો હઠ્યો અને બેરામખાંની પંડની સરદારીવાળા મધ્ય સેના ઉપર પડ્યો. આ ચતુર સરદારે–આવી રીતનો હુમલો થશે એવી આગળથી ધારણા રાખીને પોતાના તીરંદાજોને હાથીની સવારીવાળાના મોં સામે તીર તાકી રાખવાનો હુકમ આપ્યો હતો. આમાંનું એક તીર હેમુની આંખમાં ભોંકાયું. તે પોતાના હોદ્દામાંજ પડી ગયો અને ક્ષણવાર તો બેભાન રહ્યો. પોતાના સરદારના પડવાથી અનુયાયીઓ ગભરાટમાં પડ્યા, હુમલો ધીરો પડ્યો, અને પછી વિરામ્યો. બેરામખાંના લશ્કરે આ વિરામમાંથી તરતજ નાસભાગ નીપજાવી. હેમુવાળો હાથી–માવત કપાઈ ગયેલો હોવાથી બીનમાવતે અનાયાસેજ જંગલ તરફ જવા લાગ્યો. બેરામખાંનો અનુયાયી અને દૂરનો સગો શાહકુલી હરામ–ઈ–બહારલુ–નામનો એક ઉમરાવ આના ઉપર કોણ બેઠું છે એ જાણ્યા વિના આ હાથીની પાછળ પડ્યો. તેની લગભગ થઈ તેના ગળાની આસપાસ રાખેલું દોરડું પકડીને તેણે જોયું તો માલમ પડ્યું કે ઘાયલ થયેલો હેમુ ૫ંડેજ એનો કેદી થયો છે. તેને તે બેરામ પાસે લઈ ગયો. બેરામ તેને જુવાન બાદશાહની પાસે લઈ ગયો. તેણે આખો દિવસ બહાદુરી અને સરદારી બતાવી હતી પણ વ્યૂહનું કામ પોતાના અતાલીકને સોંપ્યું હતું. પછી જે બનાવ બન્યો તેનું સમકાલીન લેખકો નીચે પ્રમાણે વર્ણન આપે છે. ઘાયલ સરદારને કબરની સમક્ષ રજુ કરતાં બેરામખાંએ કહ્યું કે આ આપની પહેલી લડાઈ છે. આ દુષ્ટ ઉપર આપની તલવાર સફળ કરો ‘આ કામ યશ આપનાર થશે.’ અકબરે જવાબ દીધો–‘એ મરી ગયેલા જેવો છે. એના તરફ હું શી રીતે હથીયાર ઉગામું ? જો એનામાં ભાન અને બળ હોત તો હું મારી તલવાર અજમાવત.’ કબરે ના કહેવાથી બેરામે પોતે એ કેદીને કાપી નાંખ્યો.