પૃષ્ઠ:Akbar.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
અકબર

બેરામે પોતાના ઘોડેસ્વારોને છેક દિલ્હી સુધી જરા પણ વિશ્રામ વિના શત્રુનો કેડો લેવા મોકલ્યા. બીજે દિવસે મુકામ કર્યા વિના તેપન માઈલ ચાલીને મોગલ લશ્કર શહેરમાં દાખલ થયું. આ બનાવ પછી કબરનો કોઈ મોટો શત્રુ રહ્યો નહિ. તેના પિતામહ ત્રીસ વરસ ઉપર જે સ્થિતિમાં હતો તેજ સ્થિતિમાં આ વખતે તે પણ આવી ચડ્યો. હવે જોવાનું એટલું જ રહ્યું કે–એનો બાપ તથા દાદો જે તક ઝીલી શક્યા નહિ તે લાગનો આ કુમાર યોગ્ય ઉપયોગ કરશે કે કેમ ? એની રાહ જોઈને જે કામ બેઠું હતું તેનું યથાર્થ સ્વરૂપ બતાવવાને માટે તે ગાદીનશીન થયો. તે વખતની હિંદુસ્તાનની સ્થિતિનું ટુંકું અવલોકન કરવામાં તથા બેરામખાંનના વહીવટમાં ચાર વર્ષના જુવાન કુમારને કેવો લાભ મળી શકે એવું હતું તે તપાસવામાં આગલાં બે પ્રકરણ રોકવાનું ધારૂં છું.

પ્રકરણ ૯ મું.


સોળમા સૈકાના મધ્ય ભાગમાં હિંદુસ્તાનની સામાન્ય સ્થિતિ.

મોગલ બાદશાહની પૂર્વના અફઘાન બાદશાહોએ જીતેલા સતલજની દક્ષિણના રાજ્યનો હિંદુસ્તાનના રાજ્ય તરીકે લેખાવાનો કાંઈ હક નહતો. ખરી રીતે એ દિલ્હીનું રાજ્ય હતું. એટલે એમાં સને ૧૮૫૭ સુધી વાયવ્ય પ્રાંતોને નામે ઓળખાતા પ્રદેશોનો, બંગાળા ઇલાકાના હાલ પશ્ચિમ બિહારને નામે ઓળખાતા મુલકનો અને મધ્ય દેશો અને રજપુતાનાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો હતો. તેમજ પંજાબ પણ એના પેટામાં હતું. ક્ષણભર તઘલખ વંશના બાદશાહો બંગાળા અને લગભગ આખા દક્ષિણ હિંદુસ્તાન ઉપર સામ્રાજ્ય ભોગવતા પણ ઉત્તરમાંથી પહેલવહેલી ચડાઇએજ હિંદુ રાજાઓને અણગમતી ધુરા કાહાડી નાંખવાનો લાગ આપ્યો. તેનો લાભ એઓએ લીધો અને એ ધુરા ફરીથી પાછી નંખાઈ નહતી. ગંગાના મુખથી તે ગોદાવરીના મુખ સુધીના વિસ્તારવાળું ઓરીસાનું તેજસ્વી રાજ્ય હમેશાં