પૃષ્ઠ:Akbar.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દિગ્દર્શન


અંતે જ્યારે રણક્ષેત્રમાં એકજ પરાજયના પરિણામમાં જેવી રીતે તેના અફગાન પૂર્વ પુરુષોનાં રાજ્યો પડી ભાગ્યાં તેવી રીતે અને તેજ કારણથી, એટલે કે (જીતેલી) ભૂમિમાં કોઈ પણ જાતનાં મૂળના અભાવે, તેનું પણ રાજ્ય પડ્યું, ત્યારે સિંધુ નદીની દક્ષિણમાં બાબરે મેળવેલો બધો મુલક તેણે એક ઘાએ ખોયો. અને તે સમયે તો, મોઘલના હાથથી હમેશને માટે હિંદુસ્તાન ગયું એમ સ્પષ્ટ દેખાયું.

બાબરનો શાહજાદો પોતાના કરતાં એક વધારે શક્તિવાળા સેનાપતિથી પરાભવ પામ્યો અને એકદમ હુમાયુની જગાએ પોતાની પૂર્ણ સ્થાપના કરી. મોઘલ વંશના સદ્ભાગ્યે અને હિંદુસ્તાનના લોકોના એથી પણ વધારે સારા નશીબે આ સરદાર ભારે શક્તિવાળો પણ વંશ સ્થાપન કરવાના હુન્નરમાં ભૂતપૂર્વ અફધાન સરદારોના વિચારોના જેવાજ વિચારોનો વારસ થયેલો હતો. તેના રાજ્યતંત્રમાં હિંદુસ્તાનના કરોડો વતનીયોનાં મન મેળવવાની વાત પ્રવેશ પામી નહતી. તે પણ જે જે મુલકો જીતાયા તે તે મુલકોમાં છાવણી મૂકીનેજ રાજ્ય કરતો બેશી રહ્યો. આનું પરિણામ એ આવ્યું કે જ્યારે તે મરણ પામ્યો ત્યારે રાજ્યને સારૂ હરીફાઈ કરવા બીજા માણસો ઉભા થયા. થોડા વર્ષમાં તો અવ્યવસ્થા એટલી બધી વધી પડી કે સને ૧૫૫૪ માં એટલે કનોજની રણભૂમિમાંથી નાઠા પછી બરાબર ચૌદ વર્ષે હુમાયુએ ફરીથી સિંધુ નદી ઓળંગી અને ઉત્તર હિંદુસ્તાન પુનઃ મેળવ્યું. હજી તે જુવાન હતો તોપણ સ્થાયી રાજ્ય સ્થાપવાને માટે જેવો તે તેના પિતાની ગાદીએ બેઠા ત્યારે નાલાયક હતો તેવોજ આ વખતે પણ નાલાયક હતો.

તેણે કેટલાક લેખો પોતાની પાછળ મૂક્યા છે જે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે જો તેની જીંદગી બચી હત તો તેણે પણ જે જુના ધોરણથી તેના પહેલાં થઈ ગયેલા આટલા બધા વિજેતાઓના હાથમાંથી અને પોતાના હાથમાંથી પણ રાજ્ય ગયું તેજ ધોરણે રાજ્ય ચલાવવાનો પ્રયત્ન કર્યો હોત. તેના મૃત્યુ પહેલાં થોડાજ વખત ઉપર તેણે હિંદુસ્તાનના રાજ્યતંત્રની એક યોજના ઘડી કહાડી હતી. તે યોજના પેલી મુકરર કરેલા કેન્દ્રસ્થળોમાં એક બીજાથી સ્વતંત્ર પણ બધી ઉપર બાદશાહની દેખરેખ રહે એવી જુદી જુદી છાવણીઓ