પૃષ્ઠ:Akbar.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
બેરામના રક્ષણમાં અકબરનું બાલ્ય.


પ્રકરણ ૧૦ મું.

બેરામના રક્ષણમાં અકબરનું બાલ્ય.

કબરનું સ્વરૂપ કબરના પુત્ર શાહજાદા હાંગીરે લખ્યું છે. ‘અકબર જરાક ઉંચાઈ તરફના વલણવાળા મધ્યમ કદનો હતો, એનો ચેહરા ઘઉંવર્ણો હતા. આંખો તથા ભમરો કાળી હતી. શરીર મજબૂત, કપાળ વિશાળ, તથા છાતી ખુલ્લી હતી અને હાથ તથા પંઝા લાંબા હતા. એના નાકની ડાબી બાજુએ નાના વટાણાના કદનો એક માંસલ મસો હતો. જે બહુ રમણીય દેખાતો હતો અને સામુદ્રિકો એને બહુ શુભસંશી ગણતા અને કહેતા કે તે પુષ્કળ દૌલત અને વધતી જતી આબાદીની નીશાની છે. એનો ઘાંટો બહુ મોટો હતો અને એનું સંભાષણ ઘણુંજ સુંદર અને રમણીય હતું. એની રીતભાત અને વ્યવહાર બીજા માણસો કરતાં તદ્દન જુદાંજ હતાં. અને એનો ચહેરો ઈશ્વરી અનુભાવથી પૂર્ણ હતો.’ બીજા વર્ણનો પણ જરૂરની બાબતોમાં ઉપરના વર્ણનને પુષ્ટી આપે છે. એલ્ફિન્સ્ટન લખે છે તે મજબૂત બાંધાનો અને દેખાવડો માણસ હતો. પોતાનો ચહેરો તે હમેશાં સામા માણસને ગમે એ રાખતો. તેની રીત ભાત મોહક હતી, અને શરીર ઘણુંજ બળવાન હતું. અથાગ શ્રમ વેઠવાને તે સમર્થ હતો. ઘોડા ઉપર સવારી કરવાનો તેમજ ચાલવાનો, શીકાર કરવાનો, બંધુક તાકવાનો તથા બળ અને ચતુરાઈ વાપરવાની જરૂર પડે તેવી બધી કસરતોનો તે શોખીન હતો. સંકટ અને ભયને વખતે સમતાનો ત્યાગ ન કરતાં અત્યુત્તમ તેજથી પ્રકાશ કરે તેવી શાન્ત અને ઠંડી જાતની હિમ્મત એનામાં હતી. રાજ્યના ભલાને માટે અથવા સર્વસામાન્ય હિતને માટે એને જે જે વસ્તુઓ જરૂરની લાગતી તેને માટે યુદ્ધમાં ઉતરવાને માટે હમેશાં તૈયાર રહેતો તોપણ તેમાં તે આનંદ માનતો નહિ, ખરેખર જે રાજકીય ઉપચારોને એ પોતાની સત્તાના અડગ પાયા તરીકે ગણતો તેને ખીલવવામાં લાગુ રહેવાનું એ હજાર દરજ્જે પસંદ કરતો. એના મનમાં