પૃષ્ઠ:Akbar.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
અકબર


લડાઈ એ એક ન ચાલ્યે કરવાનું અશુભ કર્મ છે એમજ હતું. એનાં આખા ચરિત્રમાં આપણે જોઈશું કે એણે એક એવી લડાઈ વ્હોરી લીધી નથી કે જે એની રાજ્યનીતિને પૂરી રીતે ખીલવવા અથવા એને સહીસલામત રાખવા સારૂ એને જરૂરી લાગી ન હોય. એનો સ્વભાવ પ્રેમાળ હતો. એના મિત્રો તરફ એ વફાદાર હતો. બીજાના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરવામાં બહુ દક્ષ હતો. લોહી વહેવરાવવાનો એને ત્રાસ હતો અને ન્યાયને દયાથી નરમ કરવાની તે હમેશાં ઉત્સુકતા રાખતો. વૈરના કરતાં ક્ષમા કરવાનું એ પસંદ કરતો, તોપણ અમુક પ્રસંગે વૈર લેવાની જરૂર પડે તો એ સખત થઈ શકતો અને પોતાના અંતઃકરણની ઉદાર વૃત્તિની સ્હામે થવાને તે પોતાના હૃદયને વજ્રસમ બનાવતો. બધા ઉદાર મનના પુરૂષોની પેઠે બીજાઓને ગમ્મત થાય એમ કરવાનો તેને શોખ હતો. આ રીતે ઉદારતા એ એના સ્વભાવનું એક અંગજ હતું. કોઈ અનુગ્રાહ્ય નાલાયક નીવડે તો તેને સુધારવાની તે ચિંતા રાખતો પણ પોતે અનુગ્રહ કર્યો તેને માટે દીલગીર થતો નહિ. દીવાની કારભાર તરફ તેનું સ્વાભાવિક વલણ હતું, અને પોતાના હાથથી અને હથીયારથી જે ઈમારત એ ચણતો હતો, તે ઈમારત લોકોની ઇચ્છાને અનુસરતી થાય એવી રાજ્યનીતિ ગોઠવવાનું–લડાઈનો ઘાટ રચવાના કરતાં વધારે પસંદ કરતો. મનુષ્ય જાત સાથે મૂળથી જ સંબંધ ધરાવતા આવેલા તમામ સવાલો જેવા કે ધર્મ સંબંધી, રાજ્યનીતિ સંબંધી, ન્યાય વ્યવસ્થા સંબંધી બધા સવાલોમાં તેનું મન ખુલ્લું, અધીરા નિશ્ચયથી મુક્ત અને નવા સંસ્કારો ગ્રહણ કરવાને આતુર હતું. જન્મથી મુસલમાન અને તેજ ધર્મમાં ઉછરેલો છતાં તે બુદ્ધના, બ્રહ્મના, ઝોરોએસ્ટરના તેમજ જીસસના ધર્મવાળા જોડે છૂટથી અને સરખાઈથી વ્યવહરતો. એના ઉપર એ અપવાદ આવે છે કે પાછલી ઉમરમાં વિદ્વાન માણસોને એ ધિઃકારતો અને કેટલાકને પોતાના દરબારમાંથી તેણે કહાડી પણ મૂક્યા હતા. આના સંબંધમાં–હકીકત એ છે કે એના દરબારમાં આવતા ધર્મવેત્તાઓ પોતાના મતોને જે જક્કથી, વહેમથી અને અપૂર્ણ વિચારકૃત નિશ્ચયથી વળગી રહેતા તે તેને ગમતું નહતું. એટલે એને જે ન ગમતું તે એમની ન્યૂનતા અને તેમનાં છિદ્રો હતાં; અને જેનામાં આ એબો