પૃષ્ઠ:Akbar.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
બેરામના રક્ષણમાં અકબરનું બાલ્ય.


પણ એની ધુરા કહાડી નાંખવા જેટલું બળ એનામાં નથી એમ વખતે તેને લાગતું હશે. પણ જે માણસોને કબર પસંદ કરતો અને જેમણે કંઈ પણ કારણ વિના બેરામખાંનો ગુસ્સો વ્હોર્યો હતો તેવા માણસોને દમભેર કહાડી મૂકવાથી આ અત્યંત સ્વાવ્યત્ત પ્રધાનના ઉપરથી બાદશાહનું મન ધીમે ધીમે ઊઠી ગયું. બેરામે આટલું લક્ષમાં ન લીધું કે વર્ષે વર્ષે એના બાદશાહના સ્વભાવમાં રહેલાં તેજસ્વી લક્ષણો ખીલતાં જાય છે: અને જે ઉત્તમ ગુણોની એનામાં ઈશ્વરી બક્ષિસ છે એની સાથે અનુભવ અને કામકાજનું જ્ઞાન વધતું જાય છે. એતો હજી એને “હું એનો અવાલીક છું, એનાં લશ્કરોને મારી સરદારીએ વિજય મળ્યો છે, એનો રાજ્યકારભાર હું ચલાવું છું.” એમ સમજી હજી એને એક બાળક રૂપેજ ગણતો. કાંઈ પણ દાબ વગર ચલાવેલા સત્તાના અમલથી તેવોજ અમલ કરવાની એને ટેવ પડી ગઈ હતી. અને અસાધારણ દૃઢતાવાળા સ્વભાવના પુરૂષોમાં દેખાતી આપઅખત્યારીથી એ પોતાની સત્તાનો અમલ હજી ચલાવ્યેજ કરતો હતો.

દરેક જુવાન રાજ્યકર્તાની આસપાસ એવા માણસો હોયછેજ કે જેઓ ખરી રીતે બાદશાહને વાપરવાની સત્તા જો કોઈ બીજો માણસ વાપરે તો એમાં બાદશાહનું તથા પોતાનું બહુજ દુઃખોત્પાદક અપમાન થાય છે એમ ગણે. આ માણસોના હેતુઓની તપાસ કરવાની કંઈ જરૂર નથી. ઘણી વાર તો બેશક સ્વાર્થીપણાથી અને કોઈકજ વાર શુદ્ધ અને નિઃસ્વાર્થ હેતુથી પણ આવા માણસો એમ ઇચ્છે છે કે રાજ્યની લગામ જુવાન અને ખરો ધણીજ પોતાના હાથમાં લે. રાજ્યસત્તા અને નિગ્રહાનુગ્રહ બેરામને હાથે જેમનું કાંઈ ભુડું થયું હોય અને જેઓ બાદશાહ તરફથી કંઈક અનુગ્રહની આશા રાખતા હોય પણ તે બે'રામખાંને હાથે નહિં થાય, એમ ધારતા હોય, એવા બેરામને ધિક્કારનારા કેટલાક મનુષ્યો કબરની હજુરમાં પણ હતા. બાદશાહના મન ઉપર જનાનામાંથી અસર કરવામાં આવી હતી. એ છેક પારણામાં ઝુલતો હતો ત્યારથી તે તખ્તનશીન થયો, ત્યાર સૂધી એની પાસે ને પાસે રહેલી એની ધાત્રી જે પાછળથી એના જનાનાની મુખ્ય અધિકારિણી થઈ હતી. તેણે પણ કબરને સમજાવ્યું કે રાજ્યની લગામ હાથમાં