પૃષ્ઠ:Akbar.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
બેરામના રક્ષણમાં અકબરનું બાલ્ય.


પણ મોકલ્યો અને એને મક્કે જવું એ હવે ઈચ્છવા લાયક છે એમ સૂચવ્યું. આ સંદેશો પહોંચ્યા પહેલાં કબરનો આવો ઠરાવ છે એમ બેરામે સાંભળ્યું હતું અને તે આગ્રા છાડીને પશ્ચિમ કિનારા તરફ ઉપડી પણ ગયો હતો, તે અલબત બહુ ગુસ્સે થયો હતો અને કાંઈ તોફાનનો પણ વિચાર કરતો હતો. કારણકે બીયાન આગળ આવતાં આવતાં ત્યાં અગાડી કેદ કરેલા કેટલાક તોફાની ઉમરાવોને એણે છોડી મૂક્યા. કબરનો સંદેશો તેને ત્યાં જ મળ્યો અને ત્યાંથી તેણે રજપૂતાનામાં નગર તરફ પોતાની મુસાફરી શરૂ કરી. આ વખતે એની સાથે એના સગાંસંબંધી ઉમરાવો અને સૌ સૌના રક્ષકો એટલા જ જણ હતા. નગરથી આમાંના એક જણની સાથે એણે પોતાનો વાવટો પોતાનો નીશાન ડંકો અને અમીરાઈની બીજી બધી નીશાનીઓ ‘બાદશાહના હુકમને હું વશ છું’ એના ચિન્હ તરીકે મોકલાવી આપી. કબરને એમ ખાત્રી કરી આપવામાં આવી હતી કે બેરામ નક્કી જ પંજાબને એના વિરુદ્ધ ઉશ્કેરશે. તેથી તે એક સૈન્યની સાથે તે તરફ ઉપડી ગયો હતો. અને જ્યારે આ રાજ્યચિન્હો–(અમીરાઈનાં ચિન્હો) આવ્યાં ત્યારે તે રોહતક જીલ્લામાં ઝાજર અગાડી હતો. આ બધાં એણે મૂળ તો બેરામના એક અનુયાયી પણ હમણાં હમણાંમાં એ ઉમરાવની કૃપાથી ભ્રષ્ટ થયેલા એક માણસને બક્ષ્યાં અને તેને એના જૂના સરદારની પાછળ જવાનો અને તેને મક્કે જવાના વહાણમાં બેસાડી આવવાનો હુકમ કર્યો. આ યોજનાથી બેરામ બહુજ ગુસ્સે થયો અને બીકાનેર તરફ પાછી ફરી પોતાનું કુટુંબ પોતાના દત્તક દીકરાને સોંપી–બાદશાહની સ્હામો થયો. પણ મોગલ બાદશાહની સામે ફિતુર કરનાર એક સખસની સ્થિતિ તો બાદશાહના વિશ્વાસુ પ્રધાનની સ્થિતિથી કેટલી જૂદી છે તે તેને તરતજ જોવું પડ્યું. દીપાલપુર પહોંચતાં એને એવા સમાચાર મળ્યા કે એનો દત્તક દીકરો બેવફા થઈ એની જ સામે થયા છે. તોપણ જાલંધર દુઆબ ઉશ્કેરવાનો નિશ્ચય કરી તે એ સુપ્રસિદ્ધ સ્થળ તરફ દમભેર ચાલ્યો. ત્યાં પંજાબના સૂબા ન્જ્જાખાનના લશ્કર સાથે સરહદ ઉપર ભેટો થયા. લડાઈ થઈ તેમાં બેરામ હાર્યો અને લુધીઆનાની પશ્ચિમે ત્રીસ માઈલ ઉપર આવેલા સતલજના કીનારા ઉપર