પૃષ્ઠ:Akbar.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
રાજ્યનો ઇતિહાસ.


અફઘાન વંશના પ્રતિનિધિઓના હાથમાં હતા. આખું દક્ષિણ હિંદુસ્તાન તેમ આખું પશ્ચિમ હિંદુસ્તાન એ અકબરની આણ માનતા પ્રદેશોની હદ બહાર હતું.

બેરામખાંની દેખરેખ નીચેના પાંચ વર્ષ દરમિયાન હિંદુસ્તાનના જુદા જુદા રાજાઓ તથા લોકોનાં મન સર્વ સાધારણ–એક મહારાજાના રક્ષણ નીચે એકતંત્ર શી રીતે કરવાં એ પ્રશ્ન ઉપર ઊંડો વિચાર કબરે કર્યો હતો એમાં કોઇ શક રહેવા સંભવ નથી. આ પ્રશ્ન ઉપર વિઘ્નભાર ભારે હતો. મુસલમાન પાદશાહોએ ચાર સૈકા સુધી રાજ્ય કર્યું તે દરમિયાન તેમણે આ દ્વિપકલ્પમાં વસતી જુદી જુદી પ્રજાને એક તંત્રમાં જોડવાનો કંઈ પણ પ્રયત્ન કર્યો ન હતો. પ્રત્યેક જણ તે કાળે ચાલતા લશ્કરી ધોરણે રાજ્ય કરે અને દરેક રાજ્ય વધારે બળવાળો કોઈ આવ્યો એટલે પડી ભાગે. આથી કરીને એક પછી એક આવતા વંશોની તેમજ વર્તમાનમાં ઐશ્વર્ય ભોગવતા વંશની ક્ષણિકતાનો નિશ્ચય લોકોમાં દાખલ થયો હતો એટલુંજ નહિ પણ છેક બંગાળાથી ગુજરાત સુધી રાજ્ય કરી ગયેલા વંશોની શાખાના કેટલાક મિથ્યા રાજાઓ દેશમાં ચારે તરફ પથરાઈ ગયા હતા. આ સર્વે મોગલ બાદશાહને સર્વોત્કૃષ્ટ સત્તાનું એક ક્ષણિક અધિષ્ઠાન ગણતા અને નશીબને અનુસાર વખતે એમનામાંનો કોઈ અથવા કોઈ નવો પરદેશી અભિયોગી એની જગાએ આવશે એમ માનતા. રાજ્યની વાસ્તવિક ક્ષણિકતાનો અભિપ્રાય હુમાયૂં કેટલી સહેલાઈએ પદભ્રષ્ટ થયો હતો એ વાતના સ્મરણથી વધારે દૃઢ થયો હતો. કેમકે કનોજ આગળ હાર્યા પછી મોગલોના તેર વરસના અમલનું કાંઈ પણ નિશાન રાખ્યા વિના, ભૂમિમાં જરા પણ ઊંડું એક પણ બીજ નાંખ્યા વિના એણે હિંદુસ્તાન છોડ્યું હતું.

આ બધી બનેલી વાતો કબરે લક્ષમાં લીધી હતી. આ બધાં સ્મરણો રાજાઓ તથા પ્રજાના મનમાંથી ખસી જાય, દેશ એકત્ર થવા માટે જીતાય, જેમ જેમ જીતાય તેમ તેમ બધા વર્ગોને સ્વીકારવા યોગ્ય ધોરણો દાખલ થાય કે જેથી સર્વ પોતાને સર્વનો રક્ષણ કર્તા પિતા તરીકે ગણે, તેમનાં દુઃખ દૂર કરનાર અવશ્યની એક વ્યક્તિ તરીકે માને, પોતપોતાના