પૃષ્ઠ:Akbar.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
રાજ્યનો ઇતિહાસ.


એમ કહી યુદ્ધ કરવાનો આગ્રહ કર્યો. પછી જે યુદ્ધ થયું તેમાં બાદશાહી સૈન્ય હાર્યું અને નાઠું. તો બીજે દિવસે શેરઘઢ આગળ એકઠું થયું.

આ લડાઈ થઈ રહી ત્યાર પહેલાં કબરે રાજદ્રોહીઓની સાથે સંધિ કરવાની મંજુરી આપી હતી અને પોતાના લશ્કરનો તેમનાથી થયેલો પરાભવ સાંભળ્યો તોપણ તે પોતાના ઠરાવથી ડગ્યો નહિ. તેણે કહ્યું તેમની ચૂક હું માફ કરૂં છું. અને તેના અમીરોને પોતાના દરબારમાં પાછા જવાની સૂચના આપી. પછી પોતે ચન્નરના કિલ્લાને મજબૂત કરવાની યોજનાનો વિચાર કરવા સારૂ, મીરઝાપુરના જંગલોમાં હાથીઓને શીકાર કરવા સારૂ અને જે રાજદ્રોહીઓને હથીયારબંધ રહેવા દઈ ક્ષમા આપી હતી તે હવે શું કરે છે તેની રાહ જોવા સારૂ, ચન્નર ગયો. આ પ્રયોગ ફરીથી કરવા લાયક નહતો કેમકે પોતાને મળેલા વિજયથી ફૂલાઈને તે દ્રોહી સરદારો નવેસર સામા થયા. પણ કબરે પોતાના લશ્કરની ચતુરાઈથી કરેલી વ્યવસ્થાએ તેમને શરણ આવવાની જરૂર પાડી અને તેમને પાછા પોતાની મહેરબાનીમાં દાખલ કર્યા. આ વખતમાં બાદશાહી સરદારોએ બિહારમાં રોતાસનો કિલ્લો સર કર્યો અને ઓરીસાના રાજા પાસે સંદેશો લઈને મોકલેલા દૂતો ઉમદા બક્ષીસો લઈ પાછા આવ્યા.

સને ૧૫૫૬ ના વસંતમાં અ'બર આગ્રે આવ્યો. હિંદુસ્તાનના ઇતિહાસકારો લખે છે કે આ શાન્તિના દિવસોમાં ચોગન નામની રમતમાં સંધ્યાકાળ ગાળવામાં એ મોટો આનંદ માનતો. ચોગન, એ આજની પાલોની રમત, હિંદમાંથી યુરોપમાં આવેલી છે. પણ કબરના વખતમાં તો આખા જગતમાં હાલ રમાય છે, તેમજ તે રમત રમાતી. પણ હિંદુસ્તાનમાં દિવસનો પ્રકાશ મટી ગયા પછી તરતજ આવી પહોંચતા રાત્રીના અંધારામાં આ રમત રમવાની એક નવીન રીત શોધી કહાડવામાં આવી હતી. પલાશ નામનું એક જાતનું બહુ હલકુ અને ઝાઝી વાર બળતું લાકડું થાય છે તેના તે દડા કરાવતો અને પછી એમને આગ લગાડતો. એના વખતનો સહુથી તીક્ષ્ણ ચોગન રમનાર ગણાવાનું તેને માન હતું.

આ રમતગમતમાંથી કાબુલ અને પંજાબના ફતેહમંદ થયેલા હુલડોથી