પૃષ્ઠ:Akbar.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
અકબર


તે જાગ્યો. બનતી ઉતાવળે એ વર્ષના અંતમાં એ સતલજ ભણી ચાલ્યો. દશ દિવસમાં દિલ્હી પહોંચ્યો; ત્યાંથી સરહિંદ અને ત્યાંથી આનંદની સાથે લાહોર પહોંચ્યો. ત્યાંથી તેણે ફિતુરીઓને સિંધુની પેલી પાર હાંકી કહાડવા સારૂ પોતાના સરદારને મોકલ્યા. આ કામ તેમણે સિદ્ધ કર્યું અને પાછા ફર્યા. કાબુલનું તોફાન પણ આજ વખતે શાન્ત પડ્યું. પણ બદલામાં વાયવ્ય કોણમાં આટલે બધે દૂર બાદશાહ હોવાથી જૌનપૂરમાં બળવો ઉઠ્યો. આટલું સ્પષ્ટ છે કે આ વખત સુધી એટલે ૧૫૬૬ સુધી હિંદુસ્તાનમાં સ્થાયી રાજ્ય શી રીતે સ્થાપવું એ પ્રશ્નને ફતેહમંદ રીતે હાથ લેવાને કોઈ બાદશાહ શક્તિમાન થયો નહતો. પાણીપતની લડાઈથી ગણતાં એના રાજ્યનું અગીઆરમું વર્ષ આ વખત પૂરૂં થતું હતું. અને આ દરમિયાન તેનાં મૂળ જમીનમાં એટલાં તો છીછરાં હતાં કે જો એને કોઈ અકસ્માત થાય તો ઉત્તરાધિકારનો સવાલ વળી તલવારથી જ નક્કી થાય. ૧પ૬૭ ની શરૂઆતમાં હજી એ લાહોરમાંજ હતો–અને ત્યાં શીકાર વગેરે મજા માણતો હતો. આ ગમતમાંથી વળી, જે ઉઝ્‌બેક લોકોને ક્ષમા આપી હતી તેઓ એની ગેરહાજરીનો લાભ લઈ ફરી સામા થયા છે એવા સમાચારથી તેને જાગૃત થવું પડ્યું. તેથી એણે ૨૨ મી માર્ચે લાહોર છોડ્યું અને આગ્રાની તરફ વળતી મુસાફરી આરંભી. સરહિંદમાં થાણેશ્વર આગળ પહોંચતાં જોગી અને સંન્યાસી એ બે તરેહના હિંદુ વૈરાગીઓની વચ્ચે શ્રદ્ધાવાન યાત્રાળુઓએ ધરેલું સોનું, રૂપું, જવાહીર તથા કાપડ વગેરેની માલકી સારૂ થતા કજીયાથી એને બહુ ગમત મળી. એના રાજ્યના અસ્થૈર્યની એક બીજી નીશાની દિલ્હીમાં એની રાહ જોતી હતી. કેમકે એક રાજકેદી, શહેરના સૂબાની ચોકસી ચૂકવીને નાસી ગયો હતો–અને સૂબો–બાદશાહની ઈતિરાજી થશે એવા ભયથી–શહેર છોડીને નાઠો અને સામો થયો.

વળી જ્યારે આગ્રે પહોંચ્યો ત્યારે પણ આથી વધારે નિર્ભયતાભર્યા સમાચાર એને મળ્યા નહિ. કનોજની આસપાસનો મુલક હુલડની અંધાધુધીમાં હતો અને આટલું હવે સ્પષ્ટ થયું કે એના અમીરોમાંના ઘણા વિશ્વાસપાત્ર નથી. આ સંકટમાં એ રાયબરેલી જીલ્લામાં આવેલા ભોજપૂર તરફ