પૃષ્ઠ:Akbar.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
અકબર


કિલ્લો બાંધ્યો અને બીજી કેટલીક રોણકદાર ઇમારતો બંધાવી. પછી તેણે અજમેરની ટેકરી ઉપર પેલા ફકીરની દરગાહની ફરીથી પગે ચાલીને યાત્રા કરી. ત્યાં ભક્તિ પુરઃસર બંદગી કરી દિલ્હી તરફ ગયો.

વળતા વર્ષની શરૂવાતમાં કબર રજપૂતાનામાં ગયો અને જોધપુરમાં આવેલા નગર આગળ મુકામ કર્યો. ત્યાં તેણે એ વખતમાં રજપૂતાનામાં સમર્થમાં સમર્થ રાજ્યના રાજાના તથા બીકાનેરના રાજા તથા તેની કુંવરની પ્રણાત સ્વીકારી. બીકાનેરના રાજાની વફાદારીના પીછાનની નિશાનીમાં કબરે તેની પુત્રી લગ્નમાં સ્વીકારી. નગોર અગાડી તેણે થોડાક સમય તે વખતે તે પ્રદેશમાં પુષ્કળ જડી આવતા જંગલી ગધેડાઓનો શીકાર કરવાની ગમતમાં ગાળ્યો. અને પછીથી પંજાબમાં દીપાલપુર ગયો. ત્યાં તેણે એક ભબકાબંધ દરબાર ભર્યો અને ત્યાંથી નવું વર્ષ બેસતાં જ લાહોર ગયો. પછી પંજાબની વ્યવસ્થા કરીને આવતું વર્ષ ગૂજરાતની જીતમાં ગાળવાનો નિશ્ચય કરી તે ફતેહપુર–સીક્રી પાછો આવ્યો.

પશ્ચિમ હિંદુસ્તાનમાં આવેલા ગુજરાતના પ્રાન્તમાં, કબરના વખતમાં, સૂરત, ભરૂચ, ખેડા અને અમદાવાદના જીલ્લાના મુલક, હમણાના વડોદરા રાજ્યનો મોટો ભાગ હાલની મહીકાંઠા અને રેવાકાંઠા એજન્સીઓવાળો મુલક, પંચમહાલ, પાલનપુર, રાધનપૂર, ખંભાત, ખાનદેશ અને કાઠીયાવાડનો મોટો દ્વિપકલ્પ એટલાનો સમાવેશ થતો હતો. જૂદી જૂદી હદોના આ જથ્થાનો ઘણા વખત સુધી ખરા અધિકારવાળો કોઈ એક માલીક ન હતો. એના જૂદા જૂદા જીલ્લાઓ પડી ગયા હતા અને વસ્તીના મોટા ભાગને પરાયા લાગે એવા મુસલમાન ઉમરાવો દરેક ઉપર રાજ્ય કરતા હતા. તેથી આ ભૂમિ અનવરત અંતઃક્ષોભની રંગભૂમિ થઈ રહી હતી–અમીર લોકો સાર્વભૌમ મેળવવાને માટે જોઈતાં સાધનો સારૂ બીચારા ખેડૂત વર્ગને દળી નાંખતા. કોઈક વાર પડોશના ઈલાકાના રાજાની નબળાઈના સમાચારથી ઉત્તેજન પામી બીજા સરદારો ક્ષણિક સવારીઓ કરવા સારૂ એકઠા થતા. પરિણામ એ આવ્યું હતું કે ગુજરાત અવ્યવસ્થાનું કેન્દ્ર થઈ પડ્યું હતું. લોકો ઉપર જુલમ ગુજરતા અને તેમનાપર રાજ્ય કરનાર નાના નાના ક્રૂર રાજાઓ