પૃષ્ઠ:Akbar.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
અકબર


બંદોબસ્ત રહે એવી ગોઠવણ કરી રહ્યો કે તરતજ કબર ખંભાત જવા ઉપડ્યો અને ત્યાં પાંચ દિવસમાં પહોંચ્યો. ઇતિહાસકારો કહે છે કે અહીંયાં તેણે પહેલવહેલું સમુદ્રનું દર્શન કર્યું. એક અઠવાડીઉં ત્યાં રોકાઈને તે વડોદરા તરફ ગયો અને ત્યાં બે દિવસમાં પહોંચ્યો. ત્યાં આ મૂલકના બંદોબસ્તની બધી ગોઠવણ એણે પૂરી કરી. અમદાવાદને પાટનગર બનાવ્યું અને આગ્રેથી એની સાથે આવેલા એક ઉમરાવને ગુજરાતનો સૂબો બનાવ્યો. ત્યાંથી જ સુરત અને ભરૂચ સર કરવા સારૂ લશ્કર મોકલ્યું. દરમિયાન એને એવા સમાચાર મળ્યા કે ભરૂચનો રાજા એ શહેરના મુગલ પક્ષના મુખ્ય માણસનું ખૂન કરીને વગડામાં નાશી ગયો છે અને વડોદરેથી પંદર માઈલ ઉપર થઈને પસાર થયો છે. તે સાંભળતાં જ પોતાની પાસે તૈયાર હતું તેટલું લશ્કર લઈ કબર તેની પાછળ પડી અને એક નાની નદીને સ્હામે કીનારે સારસા આગળ નાંખેલા એના પડાવની દૃષ્ટિ મર્યાદામાં બીજી રાત્રે આવી પહોંચ્યો.

આ વખતે અ'કબર પાસે માત્ર ચાળીસ ઘોડેસ્વાર હતા. અને નદી ઉતરાય એવી હોવાથી બીજું મદદગાર સૈન્ય આવી પહોંચે ત્યાં સુધી પોતાના માણસોને સંતાડી રાખવાનો તેણે પ્રયત્ન કર્યો. પછી રાતમાં સાઠ જણા બીજા આવ્યા અને પોતાની સાથે આવેલા તે ગણતાં હવે એની પાસે સો માણસો થયાં, એટલે કબર આથી દશગણાં માણસો ઉપર હુમલો કરવાને ઈરાદે તે નદી ઉતર્યો. હુલડખોર સેનાપતિ–શહેરમાં હુમલાની રાહ જોવાને બદલે પોતાના સંખ્યાતીત લશ્કરને વધારે સુગમતા આપવાને મેદાન તરફ ચાલ્યો. કબરે એક ધસારાથી ગામ વશ કર્યું અને પછી હઠ લઈ તેમની પાછળ પડ્યો. પણ એ મૂલકમાં બન્ને તરફ થોરીયાની વાડોવાળી નેળો હતી. અને કબરના ઘોડેસ્વારોને એવી જગામાં પાછા હઠાવવામાં આવ્યા કે ત્યાં ફક્ત ત્રણજ માણસો સાથે ઉભા રહી લડી શકે. શત્રુઓ વાડની બંને બાજુએ ઉભા હતા. બાદશાહ પોતાના માણસોને મોખરે ઉભો હતો. પોતાની એક બાજુએ જયપુરનો બહાદુર રાજપુત્ર રાજા ભગવાનદાસ–જેની બહેનને પોતે પરણ્યો હતો તે અને બીજી તરફ તેનો ભત્રિજો અને ઉત્તરાધિકારી તે વખતને એક તેજસ્વી લડવૈયો રાજા માનસીંગ–એ હતા. આ ત્રણે બહુ જોખમમાં