પૃષ્ઠ:Akbar.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
રાજ્યનો ઇતિહાસ


આવી પડ્યા, કારણકે શત્રુઓએ તેમના ઉપર ધસી આવવા સારૂ મહાભારત પ્રયત્ન કર્યો. પણ થોરીઆની વાડો જે અત્યાર સુધી એમને વ્યૂહ રચનામાં વિઘ્ન રૂપે થઈ પડી હતી તે હવે તેમનું રક્ષણકર્તા થઈ પડી. શત્રુઓ એને વટાવી શક્યા નહિં. અને જ્યારે ગવાનદાસે પોતાના ભાલાથી પોતાના સ્હામેના શત્રુને કતલ કર્યો અને કબર અને માનસીંગે બે બીજાની પણ એ જ વ્યવસ્થા કરી ત્યારે આ ત્રણે જણાએ શત્રુના ક્ષણિક ગભરાટનો લાભ લીધો અને આગળ કુદી પડી પોતાના બાદશાહ ઉપર આવી પડેલા જોખમને લીધે અમાનુષ શ્રમ લેવાને ઉત્તેજિત થયેલા પોતાના મરણીયા સીપાહીઓની મદદથી તેમને નસાડ્યા. હુલ્લડખોરના અનુયાયિઓ બાજી હાથથી ગયેલી છે એમ સમજી કબરના સિપાહોએ બતાવી તેવી દૃઢતા કે કાર્યપરતા બતાવી નહિ. જેમ જેમ લાગ મળે તેમ તેમ તેઓ ખરતા ગયા અને હુલ્લડખોરે પંડે પોતાના અનુયાયિઓને રઝળતા મૂકીને પોતાનાથી જેટલી બની તેટલી ઉતાવળથી રસ્તો લીધો અને અમદાવાદથી ડીસા અને ડીસાથી રજપૂતાનામાં આવેલા શીરોહી શહેરમાં પહોંચ્યો.

દરમિયાન ભરૂચ પડ્યું અને હવે ફક્ત સુરત રહ્યું. ઉપર વર્ણવેલી સવારીમાંથી પાછા ફરતાં કબર પંડેજ આ શહેર જે એના પુત્ર અને પ્રપ્રૌત્રના વખતમાં અંગ્રેજ વેપારીઓને સારી પેઠે જાણીતું થઈ પડ્યું એના ઉપર ચડ્યો. તે કાળે વપરાતાં તોડવાનાં હથીયારોની અપેક્ષાએ સુરત મજબૂત હતું. પણ બાદશાહે બળથી ઘેરો ઘાલ્યો અને એક માસ અને સત્તર દિવસ સુધીના ધીરજભર્યા ટકાવ પછી દુર્ગરક્ષક લોકો ગળે સૂધી આવી ગયાથી શરણ આવ્યા. ગુજરાત પ્રાન્તના કાર્યભારનો બંદોબસ્ત પૂરો થઈ રહ્યો ત્યાં સુધી કબર ત્યાં રહ્યો અને પછી આગ્રે પાછા ફરવાની કુચ શરૂ કરી. આ સવારીમાં નવ મહીના સુધી ગેરહાજર રહી સને ૧૫૫૩ ના જુનની ૪ થી તારીખે અકબર આગ્રે પહોંચ્યો.

કબર સુરતના ઘેરામાં રોકાયેલો હતો તેવામાં સાર્સ આગળ જે દ્રોહી સરદારને એણે હરાવ્યો હતો અને જે શીરોહી ગયો હતો તે તોફાન કરવાની હીલચાલ કરતો હતો. બીજા એક બેદીલ થયેલા અમીર ભેગો