લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akbar.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અકબર

તરીકે, અને પાંચસે વર્ષ સુધી ચાલી આવેલી તકરારોનું અને છેક કલ્પના આરંભથી ચાલ્યા આવેલા વહેમોનું સમાધાન કરનાર તરીકે તે કેવો હતો તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. પતિ તરિકે, પિતા તરિકે અને ધર્મની બાબતમાં પોતાથી જુદા મતવાળા તમામ લોકો ઉપર શત્રુભાવ રાખવો એ વિચારની જેમાં ઉંડી છાપ પાડવામાં આવે છે, એવા બોધથી પૂર્ણ, ધર્મની કેળવણી પામ્યા છતાં પણ જેણે પોતાની બુદ્ધિને પૂર્ણ સ્વતંત્રતાથી ફેરવી અને એ બુદ્ધિનાજ ઉપદેશને અનુસરીને વર્તણુક ચલાવી–એવા એક સાધારણ મનુષ્ય તરિકે પણ મેં તેને વર્ણવ્યો છે. હું છૂટથી કહી દઉં છું કે આ પ્રકરણ આ પુસ્તકનો સર્વથી વધારે રસવાળો ભાગ છે. અને આની પહેલાં વાંચનારને અપ્રિય લાગે તેવું મેં જે લખેલું છે તે બાબત આની ખાતરજ વાંચનાર મને ક્ષમા કરશે એવી મારી વિનંતિ છે.

પ્રકરણ ૨ જું.

બાબરનું કુટુંબ અને તેનું નાનપણ.

સને ૧૩૩૬ ના એપ્રિલ માસની નવમી તારીખે મરકંદની ઉત્તરે ત્રીસ માઈલ ઉપર આવેલા શહરસેબ્ઝમાં શુદ્ધ મુઘલ સત્ત્વના બીરબાઝ નામના લોકોના સરદારને ત્યાં એક પાટવી કુંવર જન્મ્યો હતો. આ શાહજાદાનું નામ તૈમુર હતું અને તેના માતુલવંશમાં જંઘીસખાન તેનો એક પૂર્વજ હતો. પોતાના જાતભાઈઓ ઉપર અમલ ચલાવે એવા ઉત્તમ ગુણોની તેને ઈશ્વરી બક્ષીસ હતી. આ ગુણોનો શ્રેષ્ઠ લાભ મળી શકે એવો ઉપયોગ કરવાને સારા નશીબે તેને પ્રસંગ આપ્યો. જંઘીસખાનના પુરુષ વંશજો ધીમે ધીમે નિર્બલતા અને પ્રમાદમાં બુડી ગયા હતા; અને સને ૧૩૭૦ માં તો બધા મરી પરવાર્યા હતા. આ વખતે તૈમુર ચોત્રીસ વરસનો હતો; તેણે ખાલી પડેલી ગાદી ઝડપી; અને નશીબના કેટલાક સારા નરસા રંગો વીત્યા પછી તે પૂરો પ્રબળ થયો, અને ક્સસ અને જેગ્ઝાટીંગ વચ્ચેના તમામ મુલકનો એકાતપત્ર રાજા થઇ મરકંદમાં પોતાનું સ્થાપન કર્યું. પછી તેણે વિજયાસક્તિની