પૃષ્ઠ:Akbar.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
રાજ્યનો ઇતિહાસ


અને અફઘાન જંગલી લોકોએ કામ લીધું હતું. પણ અકબરે આ ધોરણ સ્વીકાર્યું ન હતું. જે ઈમારત તે ચણતો હતો તે પૂરી નહિ થાય તો અદૃઢ અને પહેલાજ તોફાનથી પડી ભાગે એવી રહેશે એમ તે સારી પેઠે સમજતો. એ ઈમારત પૂરી કરવા સારૂ જોઈએ તેટલીજ લડાઈ લડવી એ તેનો નિશ્ચય હતો પણ તે બાદ કરતાં તે સ્વભાવથી લડાઈની વિરૂદ્ધ હતો. અને એટલી સંભાળ હમેશાં રાખતો કે જમીનદાર અથવા ખેડુતોને પોતાની અથવા પોતાના લશ્કરની હીલચાલથી નુકશાન વેઠવું પડે નહિ. આ ધોરણ અમલમાં લાવવા સારૂ એણે એવો હુકમ કર્યો કે જ્યારે અમુક કોઈ જમીનનો કટકો છાવણી નાંખવા સારૂ નક્કી કરવામાં આવે ત્યારે તેની આસપાસ આવેલી ખેડાયલી જમીનના રક્ષણ સારૂ સીપાઈઓ મૂકવા. વળી લશ્કર ઉપડે ત્યારે છાવણીવાળી જમીન તપાસી સરકારી વજેના હકમાં જે નુકશાન થયું હોય તે નકકી કરવા સારૂ અમલદારો નીમતો. તબકત–ઈ–અકબરી વાળો ઈતિહાસ લેખક લખે છે કે એની દરેક સવારીમાં આમ કરવાનો રીવાજ પડી ગયો હતો. અને કોઈ કોઈ વાર તો આવી રીતે નીમેલા અમલદારોને રૂપીયાની થેલીઓ આપવામાં આવતી. જેઓ રૈયત અને ઈજારદારના દાવા નક્કી કરી તેમનું સમાધાન કરતા કે જેથી વજે ઉઘરાવનાર સાથે કાંઈ પણ તકરાર થવા પામે નહિ, આ યોજના જેને જરૂરની વિગતોમાં આપણે, ખરી રીતે મુગલના અખત્યાર ઉપર આવેલા પાશ્ચિમાત્યો, અનુસરીએ છીએ, તેનાથી જેમની સરહદમાં થઈને લશ્કરને પસાર થવાની જરૂર પડતી તે લોકોને લડાઇનો ત્રાસ દૂર થતો.

અકબર હજી અજમેર આગળની પેલી ફકીરની દરગાહની બાર દિવસની મુલાકાત લે છે તે દરમિયાન બિહાર અને બંગાળામાં ચાલતા વ્યવહાર સંબંધી તપાસ લેવી એ વધારે ઠીક પડશે.

મુગલ લોકોએ વાવવ્ય પ્રાંતો ફરીથી જીતી લીધા, તે વખત બંગાલ અને બીહારની ગાદીઓ એકઠી કરીને બેઠેલા અફઘાન રાજાએ થોડા વખત પછી કબરની શેનશાહત કાગળ ઉપર સ્વીકારી હતી. પણ એ જેવી કાગળ ઉપર હતી તેવી કાગળ ઉપરજ રહી. એણે ખંડણી ભરી નહિ, તેમ બાદશાહને